અજબગજબ સ્કૂટર! માત્ર 20 પૈસામાં 1 કિમી ચાલે છે આ સ્કુટર, જાણો તેના ધમાકેદાર ફિચર્સ

અજબગજબ સ્કૂટર! માત્ર 20 પૈસામાં 1 કિમી ચાલે છે આ સ્કુટર, જાણો તેના ધમાકેદાર ફિચર્સ

પેટ્રોલની સતત વધી રહેલી કિંમતને કારણે કાર કે બાઇક ચલાવવી મુશ્કેલ બની રહી છે. મધ્યમ વર્ગના લોકો હવે સ્કૂટર કે બાઇક લેવાનું ટાળે છે. સ્કૂટરની એવરેજ બાઇક કરતા ઘણી ઓછી છે. આ દિવસોમાં માર્કેટમાં ઉપલબ્ધ સ્કૂટર્સ 45 kmplની એવરેજ આપે છે. આ સરેરાશ ટ્રાફિકવાળા શહેરમાં ઓછી પણ થઈ જાય છે.

આ મોંઘી મુસાફરીમાં જો કોઈ કહે કે તે તમને માત્ર 20 પૈસામાં કિલોમીટરની મુસાફરી કરાવી શકે છે, તો તેના આ દાવા પર તરત વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નવાઇની વાત છે, પરંતુ આ વાસ્તવિકતા છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા હોપ ઇલેક્ટ્રિક દાવો કરે છે કે તેના વર્તમાન ઇ-સ્કૂટરની ચાલતી કિંમત લગભગ 20 પૈસા પ્રતિ કિમી છે, જે પેટ્રોલ સ્કૂટર કરતા ઘણી ઓછી છે.

કિંમત અને સુવિધાઓ
HOP LEO ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 72,500 રૂપિયા અને HOP LYFની કિંમત 65,500 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રિક સ્કૂટર્સ એક વખતના ફૂલ ચાર્જિંગમાં 125 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં 72V આર્કિટેક્ચર, હાઇ પરફોર્મન્સ મોટર અને 19.5 લિટરની બૂટ સ્પેસ છે. આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં ઈન્ટરનેટ, જીપીએસ અને મોબાઈલ એપ જેવા કનેક્ટેડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

HOP ઇલેક્ટ્રિક મોબિલિટીએ જયપુરમાં HOP મેગાપ્લેક્સ શરૂ કર્યું છે. હોપે તેની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 1.80 લાખ યુનિટ કરી છે. HOP હાલમાં મેગાપ્લેક્સમાં HOP LEO અને HOP LYF ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરે છે.

આવી રહી છે ટૂંક સમયમાં આ ઈ-બાઈક 
HOP ઇલેક્ટ્રિક મોબિલિટી આગામી સમયમાં બે નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇક HOP OXO અને ઇલેક્ટ્રિક સ્કૂટરનો સમાવેશ થાય છે. આ બંને મોડલને સિંગલ ફુલ ચાર્જ પર 150 કિમી અને 120 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળે તેવું કહેવાય છે.