LPG સિલિન્ડર ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે એલપીજી ગેસ સિલિન્ડર સબસિડી મેળવનારાઓના ખાતામાં ગેસ સબસિડી આવવા લાગી છે. જો કે પહેલા પણ લોકોને સબસીડી મળતી હતી પરંતુ ઘણા લોકો સબસીડી ન મળવાની ફરિયાદ કરી રહ્યા હતા. સબસિડી મળી રહી હોવાની ફરિયાદ કરનારાઓ માટે સારા સમાચાર છે.
સબસિડીને લઈને હતી સમસ્યા
LPG ગેસ ગ્રાહકોને સબસિડી તરીકે પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા મળી રહ્યા છે. ઘણા લોકો મૂંઝવણમાં હતા કે તેમને સબસિડીમાં કેટલા પૈસા મળે છે. લોકોને 79.26 રૂપિયા સબસિડી મળી રહી છે જ્યારે કેટલાકને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયા મળે છે. પરંતુ તમે આ રીતે જાણી શકો છો કે તમારા ખાતામાં સબસિડીના કેટલા પૈસા આવ્યા.
તમને સબસિડી મળી રહી છે કે નહીં તે ઘરે બેઠા તપાસો
સૌથી પહેલા તમારે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ https://cx.indianoil.in/ પર જવું પડશે.
- હવે તમારે Subsidy Status પર ક્લિક કરવું પડશે અને પછી Proceed પર ક્લિક કરવુ પડશે.
- આ પછી તમારે Subsidy Related (PAHAL) ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારે Subsidy Not Received પર ક્લિક કરવાનું રહેશે.
- તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને એલપીજી આઈડી દાખલ કરવાની રહેશે.
- તે પછી તેને વેરિફિકેશન કરીને સબમિટ કરો.
- આ પછી તમને સંપૂર્ણ માહિતી સામે આવશે.
સબસિડી ન મળવાનું કારણ
જો તમને સબસિડી નથી મળી રહી, તો તેનું મુખ્ય કારણ એ છે કે LPG ID એકાઉન્ટ નંબર સાથે લિંક નથી. આ માટે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યા જણાવો. તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
સબસિડી કોને મળે છે?
રાજ્યોમાં એલપીજીની સબસિડી અલગ છે, જે લોકોની વાર્ષિક આવક રૂ. 10 લાખ કે તેથી વધુ છે, તેમને સબસિડી આપવામાં આવતી નથી. 10 લાખ રૂપિયાની આ વાર્ષિક આવક પતિ-પત્ની બંનેની આવક સાથે જોડાય છે.