આજે સવારે અચાનક પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા | શીખોના નવમા ગુરુ તેગબહાદુર સિંહ ને શ્રદ્ધાંજલી આપી

આજે સવારે અચાનક પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા | શીખોના નવમા ગુરુ તેગબહાદુર સિંહ ને શ્રદ્ધાંજલી આપી

રવિવારે સવારે પ્રધામંત્રીશ્રી નરેન્દ્રમોદી દિલ્હી સ્થિત રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને ગુરુ તેગબહાદુર સિંહ ને શ્રદ્ધાંજલી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની આ અચાનક યાત્રા હતી.

પ્રધાનમત્રીશ્રી નરેન્દ્ર મોદીની અચાનક યાત્રા હતી જેથી કોઈ સુરક્ષા ગોઠવવામાં આવી ન હતી. એક સામાન્ય માણસની જેમ જ તે ત્યાં પહોંચ્યા હતા.

ગુરુ તેગબહાદુર સિંહ શીખોના નવમા ગુરુ હતા જેના રકાબગંજ ગુરુદ્વારા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ગુરુદ્વારા સંસદ ભવન ની નજીક સ્થિત છે જેનું નિર્માણ ઈ. સ. 1783 માં થયું હતું.

શીખોના નવમા ગુરુ તેગબહાદુર સિંહ નું માથું મુઘલ શાસક ઔરંગજેબ દ્વારા ઈ. સ. 1675 માં અલગ કરવામાં આવ્યું હતું. ગુરુ તેગબહાદુર સિહ નો જન્મ 1 એપ્રિલ 1621 માં પંજાબ ના અમૃતસર માં થયો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂમુખી ભાષામાં ટ્વીટ કરી સંદેશ પણ આપ્યો છે અને રકાબગંજ ગુરુદ્વારા માં પ્રાથના કરતા ફોટા પણ મૂક્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અચાનક મુલાકાતે આવવાનું કારણ દિલ્હી એનસીઆર ની સીમાઓ ઉપર 25 દિવસોથી  આંદોલન પર બેઠેલા પંજાબના શીખ ખેડૂતોની નવા કૃષિ બિલ રદ કરવાની માંગ જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શીખ ખેડૂતોને સંદેશ આપવાની કોશિશ કરે છે કે સરકાર વાતચીત કરવા તૈયાર છે.