આ ફોટાએ સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું છે: જાણો શું છે ખાસ?

આ ફોટાએ સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું છે: જાણો શું છે ખાસ?

દુનિયા તો ઘણી મોટી છે સાહેબ,

પણ મા ની મમતા થી મોટી કોઈ દુનિયા નથી...

એક મા ને પોતાના બાળક પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે. ખાસ કરીને જ્યારે બાળક નાનું હોય ત્યારે તે ફકત મા પર નિર્ભર હોય છે. એવામાં મા પણ તેના બાળકને પોતાનાથી દૂર નથી કરતી. જેથી ઘણી વખત જોબ વખતે મા પોતાના બાળકને સાથે લઈ જતી હોય છે. બાળકને સંભાળવું એ જ મુશ્કિલ ભર્યું કામ છે. એવામાં બાળકને રાખવું અને સાથોસાથ જોબ કરવી જે આસાન કામ નથી.
 

થોડુક માતાઓ વિશે વિચારો કે જે પોતાના બાળકને લઈને મજૂરી કરવા નીકળી પડે. એવામાં ઉપર દર્શાવેલ ફોટને જ જોઈ લ્યો. આ ફોટો જાણીતા બિઝનેસમેન હર્ષ ગોયેંકાકે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. ફોટોમાં દેખાય રહ્યું છે કે એક લગનનો ફોટો છે જેમાં એક મહિલા માથા પર લાઇટ લઈને ચાલી રહી છે. તેના ખંભા પર એક થેલો છે જેમાં તેનું બાળક છે. મહિલા તે બાળક અને લાઇટ બંને ને લઈને ચાલી રહી છે.

વાયરલ ફોટો : 

                                                              


 

આ ફોટા પર હર્ષ ગોયેંકા એ લખ્યું હતું કે ક્યારેક મને એવું લાગે કે હું ઘણી મહેનત કરું છું.પછી મેં આ ફોટો જોયો. સલામ છે મારી આ મા ને.

મા ની મમતા અને મહેનતનો આ ફોટો સોશીયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વાત માં કોઈ શક નથી કે મહિલાઓ સ્ટ્રોંગ હોય છે. આ મહિલાને "હમારા દિલ સે સલામ"