૨૦૨૧ થી બદલાશે આ નિયમ, જલદી જાણી લો

૨૦૨૧ થી બદલાશે આ નિયમ, જલદી જાણી લો

૨૦૨૦ નું વર્ષ તો કોરોના માં જ ગયું ટીવી સ્ક્રીન પર કેટલા કેસ આવ્યા એ જોવામાં અને રામાયણ , મહાભારત જોવામાં જ નીકળી ગયું. તો હવે ૨૦૨૧ નું વર્ષ કેવું રહેશે ભગવાન જ જાણે. પરંતુ વર્ષ ૨૦૨૧ની ૧ જાન્યુઆરી થી અમુક નિયમ બદલી જશે.

૧) દરેક વ્હીકલ પર FASTAG જરૂરી છે :

પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 24 ડિસેમ્બરે જાહેરાત કરી કે ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી દેશમાં તમામ વ્હીકલ પાર FASTAG લગાવવું જરૂરી છે. જો FAstag નહીં હોય તો ટોળનાકા માં ઘુસવા નહીં દે અને જો ભૂલથી ઘુસી ગયા તો ડબલ ટોલ ભરવું પડશે.

૨) positive pay થી મળશે વધુ સુરક્ષા :

ઓગસ્ટ ૨૦૨૦ માં RBI એ બેંકોમાં ચેક ક્લિઅરન્સ ને લઈને નવો નિયમ ની ઘોષણા કરી હતી જેને positive pay સિસ્ટમ કહેવામાં આવ્યું. તેની શરૂઆત ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી થઈ જશે. ગ્રાહકો ની સુરક્ષા વધારવા માટે ૫૦ હજાર રૂપિયા કે તેથી વધુ  સુધીના તમામ ચેક પેમેન્ટ પર positive pay સિસ્ટમ લાગુ થશે.

આ સિસ્ટમ મુજબ જો તમારે ૫૦ હજારનો ચેક એકોઉન્ટમાં જમા કરવું હોય તો તમારે ચેકની આગળ અને પાછળનો ફોટો પાડવો પડશે જેને બેન્ક અધિકારી કન્ફોર્મ કરશે.

૩) આ ડિવાઈસો માં બંધ થઈ જશે વોટ્સએપ :

૧ જાન્યુઆરી ૨૦૨૦ થી અમુક ડિવાઈસો વોટ્સએપ બંધ થઈ જશે. જે ડિવાઇસ ની ઓપરેટિંગ સિસ્ટમ બહુ જૂની હશે તેમાં વોટ્સએપ બંધ થઈ જશે. જો તમારા ફોનમાં એન્ડ્રોઈડ નું 4.0.3 કે તેનાથી નીચું વર્ઝન છે તો વોટ્સએપ ચલાવવા માટે નવો મોબાઇલ લેવો પડશે.