આ ઇલેક્ટ્રિક સ્કુટર એક ચાર્જમાં ચાલશે 160 કિલોમીટર, શરૂ કરવા માટે ચાવીની જરૂર નહિ પડે

આ ઇલેક્ટ્રિક સ્કુટર એક ચાર્જમાં ચાલશે 160 કિલોમીટર, શરૂ કરવા માટે ચાવીની જરૂર નહિ પડે

 ભારતમાં એક પછી એક નવા ફીચર્સ સાથે ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થઈ રહ્યા છે. EV માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકો વધુ રેન્જ અને આધુનિક ફીચર્સવાળા ઈલેક્ટ્રિક સ્કૂટર્સને પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન સ્વદેશી કંપની ક્રેયોન મોટર્સે એક નવું Envy ઈ-સ્કૂટર રજૂ કર્યું છે. જેની કિંમત માત્ર 64,000 રૂપિયા છે અને કંપનીનો દાવો છે કે તે એક જ ચાર્જમાં 160 કિમી સુધી ચાલશે.

Crayonએ આ નવું Envy ઇલેક્ટ્રિક સ્કૂટર સફેદ, વાદળી, બ્લેક અને સિલ્વર રંગમાં રજૂ કર્યું છે. કંપનીની માહિતી અનુસાર, તેને ભારતમાં 100 રિટેલ સ્થળો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની મોટર અને કંટ્રોલર પર 2 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટર 25KMPH ની ટોચની ઝડપ સાથે 250W BLDC મોટર પાવર આપે છે. તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. તેને વિવિધ વેરિયન્ટ્સમાં રજૂ કરવામાં આવ્યું છે, જે એક જ ચાર્જમાં 160Kmની રેન્જ આપી શકે છે. મૉડલની વિશેષતાઓમાં ટ્યૂબલેસ ટાયર, 150mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે ડિસ્ક બ્રેક અને કમ્ફર્ટ રાઇટનો સમાવેશ થાય છે.

તેને ક્રેયોન મોટર્સની ઇન-હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. જે દેખાવની બાબતમાં કુદરતી સૌંદર્યથી પ્રેરિત છે. તેમાં ડ્યુઅલ હેડલાઈટ આપવામાં આવી છે. તેને ઓર્ગેનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી તે હળવા ગતિની સાથે મુસાફરોને આરામદાયક સવારી આપે.