કોરોના મહામારીને કારણે એક પછી એક તહેવારો પાર રોક લગાવામાં આવી રહી છે હાલ આવી રહેલા મકરસંક્રાંતિના તહેવારમાં પણ અમુક લિમિટ રાખવામાં આવી છે તેવી જ રીતે હોવી 26 મી જાન્યુઆરી એ આવતા પ્રજાસત્તાક દિવસે પણ એવું બનવાનું છે કે જે ચોથી વાર બનવા જઈ રહ્યો છે.
મિત્રો, દર વર્ષે 26 મી જાન્યુઆરીએ ઉજવાતા પ્રજાસત્તાક દિવસે ખાસ અતિથિ ને બોલાવવામાં આવતા જોય છે. આ વખતે પણ પ્રજાસત્તાક દિવસે ખાસ અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે કોરોના મહામારીને કારણે આવી શકે તેમ નથી તેથી આ વર્ષે ચોથી વાર એવું બનશે કે જેમાં પ્રજાસત્તાક દિવસ દરમિયાન કોઇપણ અતિથિ હાજર રહેશે નહીં.
આ વર્ષે 26 જાન્યુઆરી 2021 ના રોજ 72મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આ વર્ષના પ્રજાસત્તાક દિવસે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ અતિથિ તરીકે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનને આમંત્રિત કર્યા હતા. પરંતુ બ્રિટનમાં ઉદ્ભવેલ કોરોના સ્ટ્રેઈન ને કારણે તે ભારત આવી શકે તેમ નથી જેની જાણ ફોન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને કરી હતી.
તમને જણાવી દઈએ કે 1950 થી ઉજવાતા પ્રજાસત્તાક દિવસ આ વખતે 72મો હતો. આ પહેલા 1956, 1968 અને 1974 એવા વર્ષ હતા કે જેમાં પ્રજાસત્તાક દિવસ અતિથિ વિના ઉજવવામાં આવ્યો હતો અને આ વર્ષે ચોથી વાર એવું બનશે કે જેમાં પ્રજાસત્તાક દિવસે કોઈપણ અતિથિ હાજર નહીં રહે.