khissu

Tiktok સ્ટાર કી કહાની ઉનકી ઝુબની: કંગાળ અને રંગાળ

ભારતમાં Tiktok એપ પ્રતિબંધ મુક્યા ના લગભગ છ મહિના થયા છે.ભારત સરકારે ૨૯ જૂન ૨૦૨૦ ના રોજ Tiktok સહિત ૫૯ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. Tiktok બંધ થવાના કારણે ભારતના લાખો લોકો બેરોજગાર બની ગયા હતા. તો આવો જાણીએ કે છ મહિના બાદ કેવી રીતે Tiktok સ્ટાર પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે ?


મહેશ કાપસે તેની અદભૂત પેઇન્ટિંગ થી ફેમસ હતો. તેને આ કળા થી Tiktok પર બે મહિના માં જ ૧.૩ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવી લીધા હતા. Tiktok બંધ થવાથી લાખો સબ્સ્ક્રાઇબર્સ છોડી દીધા હતાં. મહેશ હવે Mx Taka tak પર વીડિયો અપલોડ કરી રહ્યો છે. તે કહે છે કે આ એપ પણ સારી છે પણ Tiktok જેવી તો નથી જ.


શિવની કપિલા એ છેલ્લા ૨ વર્ષથી Tiktok એપને વાપરી રહી હતી.તેને ગૂગલ માં HR ની જોબ છોડી દીધી અને Tiktok પર વીડિયો બનાવવાનું ચાલુ કર્યું. શિવાની કપિલા ને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે પોતાનો વીડિયો Tiktok પર અપલોડ કરવાનો પ્રયત્ન કર્યો પણ એપ બંધ થઈ ગઈ.


શિવાની કપિલા એ જણાવ્યું હતું કે તેની ૨ વર્ષ ની મહેનત,રોકાણ બધું એક સ્ટ્રાયક માં જ પૂરું થઈ ગયું હતું. શિવાની હવે Moj ઉપર વીડિયો અપલોડ કરે છે. અને એમ પણ કીધું કે જે મજા Tiktok માં હતી એ મજા સ્વદેશી માં નથી.