khissu

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર , જલ્દી જુઓ

હવે કોરોના કહેર ખતમ થતા ધીમે ધીમે ઠપ થયેલા ધંધા રોજગાર ખુલવા લાગ્યા છે ત્યારે બાળકોની શાળાઓ પણ ખુલવા લાગી છે. હાલમાં જ શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે જેમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવામાં આવશે. જે મુજબ ૧૧ જાન્યુઆરીના રોજ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વર્ગો ચાલુ કરી દેવાયાં.


ધોરણ ૧૦ નું ટાઈમ ટેબલ :

તો હવે ધોરણ ૧૦ ના ધોરણ ૧૨ ની પરિક્ષાઓનું પણ ટાઈમટેબલ આવી ગયું છે જેમાં ધોરણ ૧૦ માં પ્રથમ પેપર ગુજરાતીનું રહેશે, દ્વિતીય પેપર વિજ્ઞાન, તૃતીય પેપર ગણિત, ચોથું પેપર સામાજિક વિજ્ઞાન, પાંચમું પેપર અંગ્રેજી, છઠ્ઠુ પેપર હિન્દી વિષયનું રહેશે જેનું ટાઈમ ટેબલ નીચે દર્શાવ્યું છે.




 



 

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને અન્ય ટાઈમ ટેબલ :

તેવી જ રીતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન, બીજું પેપર રસાયણ વિજ્ઞાન, ત્રીજું પેપર જીવ વિજ્ઞાન, ચોથું પેપર ગણિત, પાંચમું પેપર અંગ્રેજી અને છઠ્ઠું પેપર ગુજરાતી વિષયનું રહેશે જેનું ટાઈમ ટેબલ નીચે દર્શાવ્યું છે. 




 



 

ધોરણ ૧૨ કોમર્સ અને અન્ય ટાઈમ ટેબલ:

ધોરણ ૧૨ કોમર્સ પ્રથમ પેપર નામાનાં મૂળ તત્વો, બીજું આંકડા શાસ્ત્ર, ત્રીજું તત્વ જ્ઞાન, ચોથું અર્થ શાસ્ત્ર, પાંચમું ભૂગોળ, છઠ્ઠું વાણિજ્ય વ્યવસ્થા, સાતમું મનો વિજ્ઞાન , આઠમું ગુજરાતી, નવમું હિન્દી, દસમું અંગ્રેજી, પછી કમ્યુટર પરિચય, સંસ્કૃત અને સમાજશાસ્ત્ર વિષય રહેશે જેનું વિસ્તારથી ટાઈમ ટેબલ નીચે મુજબ છે.






જોકે, ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ૨૦ ટકાથી વધારીને ૩૦% કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં ૫૦% બહુવિકલ્પ પ્રશ્નો અને ૫૦% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ ૯ થી ૧૨ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.