આજના 15 મોટાં સમાચાર: મતદાર નોંધણી, શાળા, ઈ-શ્રમ કાર્ડ, બેન્ક બંધ, ઈથેનોલ વાહન, WHO ચેતવણી વગેરે

મતદાર નોંધણી તારીખ: અત્યાર સુધી ચૂંટણી વર્ષની 1 જાન્યુઆરીએ અથવા તે પહેલાં 18 વર્ષની થઈ ગયેલી વ્યક્તિનું જ નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવે છે. પરંતુ હવે ચૂંટણી પંચે મતદાર યાદીમાં નોંધણી માટે ચાર તારીખો નક્કી કરવાની દરખાસ્ત કરી છે. સૂચિત તારીખો 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર છે.

ભાષા સંગમ મોબાઈલ એપ: કેન્દ્ર સરકારે ભાષા સંગમ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપમાં ભારતની 22 સત્તાવાર ભાષાઓ આપવામાં આવી છે જેની લર્નિંગ ફ્રી છે. જેમાં વ્યક્તિગત યૂઝરને ધ્યાનમાં રાખીને સવાલ-જવાબ તૈયાર કરાયા છે. દરેક સવાલના જવાબ આપ્યા પછી તરત જ ફિડબેક મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

રાજ્યમાં કોરોના કેસ: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 56 નવા કોરોના કેસ નોંધાઈ ગયા છે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 કેસ નોંધાયા છે. જેમાં જામનગર અને કચ્છમાં 4-4, અમરેલીમાં 2, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં એક એક કોરોનાગ્રસ્ત દર્દી મળ્યા છે.

દેશમાં ઓમિક્રોન કેસ: ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ વેરિઅન્ટના નવા કેસો કેરળ, આંધ્ર પ્રદેશ અને ચંડીગઢમાં પણ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ બે કેસો સામે આવ્યા છે. જેને પગલે આ વેરિઅન્ટના દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 38એ પહોંચી છે.

શાળાઓમાં 100 કલાક વધુ શિક્ષણ: કોરોનામાં સ્કૂલો બંધ રહેતા અને ઓનલાઈન શિક્ષણને પગલે ધો.1થી12માં વિદ્યાર્થીઓનો બગડેલો અભ્યાસ રીકવર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 100 કલાકનો સમયદાન શૈક્ષણિક યજ્ઞા શરૂ કરવામા આવ્યો છે. જે અંતર્ગત એપ્રિલ સુધી શિક્ષકો નિયત સમય કરતા વધુ સમય માટે વિદ્યાર્થીઓને ભણાવશે.

ઇ-શ્રમ કાર્ડ કામગીરી: અસંગઠીત ક્ષેત્રના મજૂરોને સરકારની વિવિધ સામાજિક યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ મેળવવા નોંધણી અને કાર્ડ આપવાની કામગીરી આજે રવિવારથી અમદાવાદ શહેરની તમામ આશરે ૮૮૪ જેટલી રેશનિંગની દુકાનોમાં આરંભાઇ છે. હવે શ્રમિકોએ સિવિક સેન્ટરોના ધક્કા ખાવા નહીં પડે, ઘરની નજીક આવેલી રેશનિંગની દુકાનેથી જ શ્રમિકો ઇ-શ્રમકાર્ડ મેળવી શકશે.

SBI બેંક 2 દિવસ બંધ: આ અઠવાડિયે બે દિવસ બેંક કર્મચારીઓની હડતાળ છે. બેંક હડતાલને કારણે બેંકો કામકાજ કરી શકશે નહીં. 2-દિવસીય દેશવ્યાપી બેંક હડતાલને કારણે 16 અને 17 ડિસેમ્બરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની કામગીરી પ્રભાવિત થવાની સંભાવના છે. 

ઈથેનોલથી ચાલશે વાહનો: કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તમામ કાર ઉત્પાદકોને છ મહિનામાં કારની અંદર ફલેકસી એન્જિન બેસાડવાનો નિર્દેશ આપવામાં આવે છે, ફલેક્સી એન્જિન એટલે કે તેમાં 100 ટકા પેટ્રોલ પૂરી શકાશે અથવા 100 ટકા બાયો-ઈથેનોલ વાપર૫ી શકાશે. તો હવે 100 રૂપિયાના પેટ્રોલને બદલે 60 થી 62 રૂપિયાના ઈથેનોલથી વાહનો ચાલશે.

તેજસ એક્સપ્રેસ ટ્રેન: ગુજરાતમાં કોરોના દરમિયાન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેજસને હવે સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય કરાયો છે. આમ દર બુધ, શુક્ર, શનિ, રવિ અને સોમવારે મુંબઈ સેન્ટ્રલ 15:45 કલાકે ઉપડશે અને તે દિવસે 22:05 કલાકે અમદાવાદ પહોંચશે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે

WHOનું નિવેદન: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન WHOએ નિવેદન આવ્યું છે, જે ચિંતાજનક અને થોડું રાહત આપનારુ પણ છે. WHOએ એક અભ્યાસના આધારે કહ્યું, ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતાં વધુ ઝડપથી ફેલાય છે અને રસીની અસરને પણ ઘટાડે છે. બીજી બાજુ, ઓમિક્રોનનો ચેપ ડેલ્ટા કરતાં ઓછો જીવલેણ છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.