કોરોના સહાય બનશે સરળ: કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આ પોર્ટલનો ફાયદો એ થશે કે, તેના દ્વારા કોવિડ-19થી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારજનો વળતર માટેનો દાવો કરી શકશે.
રેશનકાર્ડને લગતી સેવા વધુ સરળ: સરકાર રેશનકાર્ડના લાભાર્થીઓને ઘણી મોટી સુવિધાઓ આપી રહી છે. આ અંતર્ગત હવે તમને રાશન સંબંધિત સેવાઓ સરળતાથી મળી જશે. હવે રેશનકાર્ડ સંબંધિત સેવાઓ દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર (CSC)માં પણ ઉપલબ્ધ થશે. આ સેવાઓમાં તમને નવા રેશનકાર્ડ માટે અરજી કરવા, અપડેટ કરવા અને તેને આધાર સાથે લિંક કરવા જેવી સુવિધાઓ મળશે.
પેન્શન ધારકો માટે નવી ટેકનોલોજી: કેન્દ્ર સરકારે પેન્શનધારકો માટે ડિઝિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા શરુ કરી હતી અને હવે મોદી સરકારે પેન્શનધારકો માટે ચહેરો ઓળખવા માટેની ખાસ ટેકનીક લોન્ચ કરી છે. જેનાથી પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર આપવાનું સરળ બની રહેશે. સાથે જીવિત હોવાનો પુરાવો આપવામાં પણ ઘણી રાહત રહેશે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી: રાજય સરકારે માછીમારો અને ખેડૂતો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. જેના કારણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે. 2 ડિસેમ્બરે પણ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
SBI ATM નો નવો નિયમ: SBIએ ATMમાંથી ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે SBI ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે તમારે OTP દાખલ કરવી પડશે. નવા નિયમ અંતર્ગત ગ્રાહક હવે OTP વિના પૈસા ઉપાડી શકશે નહીં. 10,000 કે તેનાથી વધુ રૂપિયા ઉપાડવા માટે રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP એન્ટર કર્યા બાદ જ ATM માંથી પૈસા ઉપાડી શકાશે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.