એર એમ્બ્યુલન્સની સેવા શરૂ થશે: કેબિનેટમંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકાર પરીષદ કરી જાહેરાત કરી છે કે ગુજરાતમાં આગામી સમયમાં 108 મારફતે એર એમ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા ઈજાગ્રસ્તોને મોટો લાભ થશે. જેની અંદર 108 મારફતે મંગાવાશે તો 50 હજાર ભાડુ, વ્યક્તિ માગણી કરે તો 65 હજાર, હોસ્પિટલ માંગણી કરે તો 55 હજાર ભાડું લેવાશે.
પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે: હાલ ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે અને લાખ સમજાવ્યા છતાં ભાવમાં કોઈ ઘટાડો થતો નથી. ત્યારે આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત, જાપાન અને અમેરિકાએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. રણનીતિ પ્રમાણે ક્રૂડના રિઝર્વ ભંડારને ખોલવામાં આવશે. જેમાં ભારત તેના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વમાંથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિલીઝ કરશે. જેથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો થશે.
સિલિન્ડરના ભાવમાં 55 રૂપિયાનો વધારો: દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી હોય છે. ત્યારે ડિસેમ્બર મહિનાની 1 તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 55 રૂપિયાનો વધારો થશે તેવી સંભાવના કરાઈ રહી છે ત્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં 84 રૂપિયાનો વધારો થશે તો આગામી 1 ડિસેમ્બરે જાણ થઈ જશે.
PM કિસાન યોજનામાં ફેરફાર : કેન્દ્ર સરકારે PM કિસાન સમ્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે આ યોજનાની નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જે મુજબ હવે PM કિસાન યોજનામાં નોંધણી માટે રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવે નોંધણી દરમિયાન પોર્ટલ પર માત્ર દસ્તાવેજોની સોફ્ટ કોપી (PDF) બનાવી અને અપલોડ કરવી પડશે.
30 નવેમ્બર છેલ્લી તારીખ: પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકીય સંસ્થામાં દર વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરાવવાનું હોય છે. આ વખતે જીવનપ્રમાણ પત્ર રજૂ કરાવવાનો સમય 1 ઓક્ટોબર 2021 થી 30 નવેમ્બર 2021 રાખવામાં આવ્યો છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.