khissu

આજની 5 મોટી માહિતી : દિવાળી જાહેરનામું, ગેસ સિલિન્ડર, SBI નવો નિયમ, PM આવાસ સહાયમાં વધારો વગેરે

રાશનની દુકાનેથી મળશે ગેસ સિલિન્ડર : ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેની અધ્યક્ષતામાં રાજ્ય સરકારો સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે દેશની 5.32 લાખ રાશનની દુકાનેથી નાના એલપીજી સિલિન્ડરો મળી રહેશે. આ સાથે, સરકારે આ દુકાનોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવા અને મૂડી વધારવા માટે તેના ડીલરોને મુદ્રા લોન આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ડીલરોને સરળ હપ્તામાં લોન આપવામાં આવશે.

PM આવાસ યોજના સહાયમાં વધારો : પીએમ આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મકાન બનાવવા માટે 1.20 લાખ રૂપિયા સુધીની સરકાર  દ્વારા સહાય આપવામાં આવે છે. ત્યારે ઝારખંડ વિધાનસભાના ધારાસભ્ય દીપક બિરુઆએ કહ્યું કે, રેતી, સિમેન્ટ, સળિયા, ઈંટો, બાલાસ્ટની મોંઘવારીથી મકાનોની કિંમત વધી ગઈ છે તેથી રાજ્યની સરકાર રાજ્યનો હિસ્સો વધારી 3 ગણા પૈસા મળે તેમ જણાવ્યું છે.

ભુપેન્દ્ર સરકાર મોટો નિર્ણય : ભૂપેન્દ્ર પટેલ સરકારે ગામડાના લોકોને ડૂપ્લીકેટ લાયસન્સ, લાયન્સ રિન્યુઅલ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્ફોર્મેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટની  જેવી 4 સેવાઓ પોતાના ગામના ઇ-ગ્રામ કેન્દ્ર પર આપવાનો નિર્ણય લીધો છે અને આ સેવા માટે માત્ર 20 રૂપિયા ચૂકવવાના રહેશે. જેથી ગામડાના લોકોએ જિલ્લા મથક સુધી ધક્કા નહીં ખાવા પડે અને તેનાથી તેમનો સમય અને પૈસા બંને બચશે.

SBI નવો નિયમ : ATM ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે SBIએ એક નવી પહેલ કરી છે. જે મુજબ હવેથી ATMમાંથી 10,000 રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા ઉપાડવા માટે બેંક ખાતા સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને તેમના ડેબિટ કાર્ડ પિન પર OTP મોકલવામાં આવશે અને ગ્રાહકો આ OTP એન્ટર કરીને ATMમાંથી રૂ. 10,000 અને તેથી વધુ ઉપાડી શકશે.

દિવાળી જાહેરનામું : સુપ્રીમ કોર્ટના હુકમથી રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગ્રીન તથા માન્યતાપ્રાપ્ત ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે અને લાયસન્સ ધારક વેપારીઓ જ વેચાણ કરી શકશે. કોઇપણ વેપારી ઓનલાઈન ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં. આ ઉપરાંત દિવાળીનાં તહેવારે રાત્રે 8થી 10 એમ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે બેસતા વર્ષના દિવસે રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.

કારફ્યુમાં છૂટછાટ : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. સાથે જ તહેવારની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજ્ય સરકારના ગૃહવિભાગે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તહેવારોને ધ્યાનમાં રાખીને કરફયૂમાં 2 કલાકની છુટ આપવામાં આવી છે. જે મુજબ રાજ્યના આઠ મહાનગરોમાં તારીખ 30/10/2021 થી તારીખ 30/11/2021 સુધી રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 1થી સવારે 5 સુધીનો રહેશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.