આજની 5 મોટી માહિતી : ગેસ સિલિન્ડર ભાવ વધારો, બેન્ક ઓફ બરોડા નવો નિયમ, PM કિસાન યોજના વગેરે

LPG સિલિન્ડરમાં ભાવ વધ્યાં: દિવાળી પહેલા સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. હોટલ અને કોમર્શિયલ ઉપયોગ માટે ઉપયોગમાં લેવાતા 19 કિલોના એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. સરકારી ગેસ કંપનીઓએ 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો કર્યો છે. રાહતની વાત એ છે કે હાલમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ડબલ અનાજ વિતરણ: રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારને ઘ્યાનમાં રાખીને રાશન કાર્ડ ધારકોને આજથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને કપાસિયા તેલનુ વિતરણ શરૂ કર્યું છે. આ વખતે રેશન કાર્ડ ધારકોને 1 કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે. જેમાં રાજ્ય સરકારનું નિયમિત અનાજ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજનાનું મફત અનાજ પણ આપવામાં આવનાર છે.

બેન્ક ઓફ બરોડા નવો નિયમ: 1 નવેમ્બરથી બેંકોના ગ્રાહકોએ પૈસા જમા કરવા અને ઉપાડવા માટે ફી ચૂકવવી પડશે. બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ હવે એક મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અને જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડશે. ગ્રાહકોએ લોન ખાતા માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. એક મહિનામાં ત્રણથી વધુ વખત ડિપોઝિટ ખાતામાં પૈસા જમા કરાવવા માટે 40 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, જનધન ખાતા ધારકોએ આ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં પરંતુ વિડ્રો કરવાં પર 100 રૂપિયા ચૂકવવા પડશે.

ગેસ સિલિન્ડર ડિલિવરી પ્રક્રિયા ફેરફાર: આજથી એલપીજી સિલિન્ડરની ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા બદલાવા જઈ રહી છે. ગેસ બુકિંગ બાદ ગ્રાહકના મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવે ત્યારે તમારે આ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ કોડ સિસ્ટમ સાથે મેચ થઈ જાય પછીજ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી પ્રાપ્ત થશે.

PM કિસાન યોજનામાં ફેરફાર : કેન્દ્ર સરકારે PM કિસાન સમ્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે આ યોજનાની નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જે મુજબ હવે PM કિસાન યોજનામાં નોંધણી માટે રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવે નોંધણી દરમિયાન પોર્ટલ પર માત્ર દસ્તાવેજોની સોફ્ટ કોપી (PDF) બનાવી અને અપલોડ કરવી પડશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.