આજની 5 મોટી અપડેટ: વેક્સિન લેનારને ઇનામ, 15 હજાર લોન, PM આવાસ યોજના, હવામાન વિભાગ આગાહી વગેરે

વેક્સિનના બન્ને ડોઝ લેનારને મળશે ઈનામ:
જે લોકોને રસીનો પહેલો અથવા બીજો ડોઝ લેવાનો બાકી છે તેમને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા જેમનું વેક્સિનેશન પૂર્ણ થયું છે તેમના માટે દર અઠવાડિયે અથવા મહિને લકી ડ્રો યોજવામાં આવશે અને વિજેતાઓને રસોઈનો સામાન, રાશનનો પુરવઠો, મુસાફરી પાસ, રોકડ ઇનામ જેવી વસ્તુઓ આપવામાં આવી શકે છે.

PM આવાસ યોજનામાં ફેરફાર: 
જો કોઈ લાભાર્થીને PM આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હોય, તો લાભાર્થીએ અહીં 5 વર્ષ સુધી ફરજિયાત રહેવું પડશે નહીંતો તમારું મકાન જપ્ત કરી શકે છે. જો કોઈ લાભાર્થીનુ મૃત્યુ થાય, તો સરકાર લીઝ પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરશે.

સ્માર્ટફોન ખરીદવા માટે સહાય: રાજ્ય સરકાર દ્વારા એક લાખ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 15 હજાર સુધીની લોન આપવામાં આવશે. જેમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ભરવાનું રહેશે નહીં, આ સાથે સ્માર્ટફોન ખરીદવા પર 10% ની સહાય પણ કરવામાં આવશે.

ખેડૂતોને લાભદાયક સેવા: ગુજરાત સરકારે ખેડૂતો અને જમીનદારોના કામ સહેલાઈથી થઈ શકે તે માટે નવી ડિજિટલ સેવાની શરૂઆત કરી છે. જેમાં હવેથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ના ઉતારા હવે ઘરે બેઠાં જ ઓન-લાઈન કાઢી શકશે. જેથી દૂર ઈ-ધરા કેન્દ્રએ જવાની જરૂર નથી. આમ ખેડૂતોનો સમય અને પૈસા બન્નેની બચત થશે.

હવામાન વિભાગની આગાહી: રાજ્યના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ કમોસમી વરસાદ વરસી શકે છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.