આજની 5 મોટી માહિતી: માવઠાની આગાહી, હોમલોન મોંઘી, LPG સિલિન્ડર, ક્રેડિટકાર્ડ વગેરે

SBI ક્રેડિટકાર્ડ મોંઘા થશે: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે આ મહિનો ખર્ચમાં વધારો કરનારો રહેશે. 1 ડિસેમ્બરથી, SBIના ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી મોંઘી થવા જઈ રહી છે. હવે તમારે EMI વિકલ્પ હેઠળ ચુકવણી કરવા માટે દરેક ખરીદનાર પર અલગથી 99 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

LPG ગેસ સિલિન્ડરના ભાવ: દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે. એલપીજીની કિંમતોની સમીક્ષા કર્યા બાદ કંપનીઓ મહિનાની શરૂઆતમાં તેમાં ફેરફાર કરે છે. સમીક્ષા પછી, સિલિન્ડરની કિંમતમાં વધારો અથવા ઘટાડો થવાની સંભાવના છે.

LIC હોમલોન હવે મોંઘી: જે લોકો LIC હાઉસિંગમાંથી હોમ લોન લઈને પોતાનું સપનું પૂરું કરવા માગે છે તેવા લોકો માટે 30 નવેમ્બર પછી ઘર મેળવવું મોંઘું થઈ જશે. મોટાભાગની બેંકોએ તહેવારોની સિઝનમાં હોમ લોન પર ઑફર આપી હતી. ઓફરમાં ઓછા વ્યાજ દરો અને શૂન્ય પ્રોસેસિંગ ફી જેવા લાભો શામેલ છે. પરંતુ ફાઇનાન્સ કંપની LIC હાઉસિંગ ફાઇનાન્સની ઓફર 30 નવેમ્બરે સમાપ્ત થઈ જશે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને 31 માર્ચ, 2021 પહેલા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરી છે. જો આ સમયમર્યાદામાં તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે અને તેમની બેન્કિંગ સેવાઓ પણ બંધ થઈ જશે.

ગુજરાતમાં માવઠાની આગાહી: ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે . જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.