મફત રાશન વિતરણ ફરી શરૂ: કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની સ્થિતિ સુધરતાં હાલમાં જ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વિપક્ષના વિરોધબાદ ફરી આ યોજના શરૂ કરવામાં આવી અને હવે આગામી માર્ચ 2022 સુધી ગરીબોને મફત અનાજ આપવામાં આવશે.
SBIના ગ્રાહકો માટે જરૂરી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને 31 માર્ચ, 2021 પહેલા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે એક મહત્વપૂર્ણ નોટિસ જારી કરી છે. જો આ સમયમર્યાદામાં તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે અને તેમની બેન્કિંગ સેવાઓ પણ બંધ થઈ જશે.
50 હજારની સહાય ક્યારે?: ગુજરાતમાં કોરોના મહામારીમાં કોરોનના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારોને 50 હજારની સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. એવામાં સરકાર કોરોના મૃતકોના આંકડો 10,088 દર્શાવ્યો છે જ્યારે કોંગ્રેસ દ્વારા 3 લાખ આંકડો જાહેર કરાયો છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં મામલો થાળે પડ્યો છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશની રાહ છે.
ટામેટાના ભાવમાં વધારો: દેશમાં મોંઘવારીએ માજા મુકી છે. હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ બગાડ્યું છે. માર્કેટમાં સામાન્ય રીતે 20 થી 30 રૂપિયાના કિલો મળતા ટમેટાના ભાવમાં ધરખમ વધારો થયો છે. હાલ અમદાવાદમાં ટામેટાનો ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા પહોંચી ગયો છે.
રાત્રિ કરફ્યૂ સમાપ્ત: ગુજરાતમાં એકવાર ફરી નવા કેસ 10 હજારની નીચે આવ્યા છે ત્યારે કોરોનાના નહીંવત કેસ આવતા અને દિવાળી બાદ પણ સંક્રમણ કાબૂમાં રહેતાં ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યુને લઇને મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થતાં મહાનગરોની અંદર રાત્રિ કર્ફ્યુ હટાવવા અને કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી શકે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.