આજના 7 મોટાં સમાચાર: વરસાદ આગાહી, હવાઈ સેવા, પેન્શન, કોરોના, એસી ટોયલેટ વાન, શાળા વગેરે

આજના 7 મોટાં સમાચાર: વરસાદ આગાહી, હવાઈ સેવા, પેન્શન, કોરોના, એસી ટોયલેટ વાન, શાળા વગેરે

હવામાન વિભાગ આગાહી: ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ, પશ્ચિમી વિક્ષેપની અસર દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં 4 જાન્યુઆરીથી દેખાવાનું શરૂ થશે. 4 થી 7 જાન્યુઆરીની દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ માં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 5 થી 7 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે. ત્યારે મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં 6 અને 7 જાન્યુઆરીએ વરસાદ પડશે.

આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા: ગુજરાતના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે આંતરરાજ્ય હવાઇ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્લેન પ્રારંભમાં અમરેલી-અમદાવાદ-રાજકોટ અને ભાવનગર વચ્ચે સેવાઓ આપશે. ગુજરાત સરકારના ગુજસેલના સહયોગથી ખાનગી કંપની દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાની દરરોજ ફ્લાઇટ રહેશે, જેની શરૂઆતની ટિકિટ 1,999 રૂપિયા રહેશે.

પેન્શન વધારો: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ગ્રાહકોને મોટો ફાયદો થઈ શકે છે. તેના માટે સરકારની તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિનિમમ પેન્શનને વધારી શકાય છે. રિટાયર્ડ કર્મચારી માટે મિનિમમ પેન્શન 1,000 રૂપિયાથી વધવાની માંગ સતત કરવામાં આવી રહી છે. હવે ન્યૂનતમ માસિક પેન્શન 1 હજાર રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવી શકે છે.

હેલિકોપ્ટર જોય રાઈડ્સ: એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ હેલિકોપ્ટર જોય રાઈડ્સ શરૂ કરવામાં આવ્યો છે. આ રાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે.તો રાઇડસનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટીનો પણ રહેશે. દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને 9 મિનિટનો સમય રહેશે. રાઈડની કિંમત દરેક મુસાફર દીઠ રૂપિયા 2,360 રહેશે. 

ગુજરાતમાં કોરોના કેસ: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069 નવા કોરોના કેસ નોંધાઈ ગયા છે અને માત્ર 103 દર્દી રિકવર થયાં છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 3927 છે અને એક દર્દીનું કોરોનાથી મોત પણ થયું છે. એક જ દિવસમાં કોરોના કેસ લગભગ ડબલ થઈ ગયા છે.

એસી લકઝરી ટોયલેટ વાન: ગુજરાત સરકાર હવે પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસઉપર એરકન્ડિશન્ડ લક્ઝરી ટોયલેટ વાનની સુવિધા ઉભી કરવા જઈ રહી છે. ગુજરાત સરકારના "કુછ દિન તો ગુજારો ગુજરાત મેં" ટુરિસ્ટ કેમ્પેઇનની સફળતા બાદ ગુજરાતમાં ઘણા ટુરિસ્ટો આવી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર ટૂરિસ્ટ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરી રહી છે. જેના ભાગરૂપે આ એસી લક્ઝરી ટોયલેટ વાન વિવિધ સ્થળોએ મુકવામાં આવશે.

ધો.11&12 માં 7 નવા વિષયો દાખલ: ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 202-22 થી ધોરણ 11 અને  2022-23 થી ધોરણ 12 માં વૈકલ્પિક વિષય તરીકે 223 શાળામાં નવા 7 વિષયો દાખલ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી આ માહિતી આપી છે. જેમાં 1) એગ્રીકલ્ચર 2) એપરલ અને મેઈડ UPSઅને હોમ ફર્નિશિંગ 3) ઓટોમોટિવ 4) બ્યૂટી એન્ડ વેલનેસ 5) ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર 6) રિટેલ 7)ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી વગેરેનો સમાવેશ થાય છે.