TVS સ્કૂટર ભાવ વધારો: TVS મોટર કંપનીએ તેના લોકપ્રિય Jupiter 110 સ્કુટરની કિંમત વધારવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં જ આ સ્કૂટરની કિંમતમાં 600 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કિંમતો વધારવા સિવાય કંપનીએ આ સ્કૂટરમાં અન્ય કોઈ ફેરફાર કર્યા નથી.
LRD પરીક્ષા પરિણામ: પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે. ભરતી બોર્ડે બહાર પાડેલા પરીક્ષાના નિયમોમાં સ્પષ્ટતા કરેલી છે. ઉમેદવારોની બંને પરીક્ષા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થશે. તમામ પ્રક્રિયામાં પાસ થનારા તથા અસફળ રહેનારા ઉમેદવારોનું છેલ્લું પરિણામ બે ભાગમાં તૈયાર કરવામાં આવશે.
ઓમિક્રોન હાહાકાર: દુનિયામાં ઓમિક્રોને હાહાકાર મચાવી દીધો છે ત્યારે રાહતના સમાચાર સામે આવ્યાં છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલા પ્રથમ ઓમિક્રોનના કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેની સ્થિતિ સારી છે ત્યારે જામનગરના વૃદ્ધમાં જોવા મળેલાં ઓમિક્રોન કેસમાં પણ રાહત જોવા મળી રહી છે. અમદાવાદ સિવિલના પ્રોફેસરે કહ્યું કે, ઓમિક્રોન ઝડપથી ફેલાય છે પરંતુ ઘાતક સાબિત થતો નથી.
ખેડૂતોની વિજય: 1 વર્ષ અને 14 દિવસ બાદ ખેડૂતોને જીત મળી છે. કૃષિ કાયદા પાછા ખેંચાયાની ખુશીમાં આજથી ખેડૂતોની દિલ્હીથી પંજાબની ફતેહ માર્ચ શરૂ કરશે. આજે ખેડૂતો બેન્ડ બાજા સાથે નાચતાં નાચતાં પોતાના ઘર તરફ પ્રયાણ કરશે.
કોરોના મોત: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં આશરે 63 નવા કેસ નોંધાઈ ચૂક્યાં છે. અને 5 મહિના બાદ કોરોનાના કારણે રાજ્યમાં 3 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારે ઓમિક્રોનના 3 કેસ રાજ્યમાં નોંધાઈ ગયા છે.
રાત્રિ કરફ્યૂ: રાજ્યના આઠ મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રે 1થી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. હોટલ-રેસ્ટોરાં રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. નવી ગાઈડલાઈન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
જનધન ખાતા ધારકો: જનધન યોજનામાં ખાતું ખોલાવનારાઓમાંથી ૧૮થી ૪૦ વર્ષની વયજૂથમાં આવતા દરેક ખાતેદારને અટલ પેન્શન યોજના સાથે જોડી દેવાની સૂચના દરેક રાષ્ટ્રીયકૃત બૅન્કોને આપવામાં આવી છે. આ યોજનામાં મહિને રૂ. 42થી માંડીને 210નો ફાળો 60 વર્ષ સુધીની વય સુધી આપીને મહિને રૂ. 1000થી રૂ. 5000 સુધીનું પેન્શન જીવે ત્યાં સુધી મળતું રહે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના લંબાઈ: માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકરે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જે અંતર્ગત આવાસ યોજનાને હવે માર્ચ 2021 થી માર્ચ 2024 સુધી લંબાવી છે. આવાસ યોજનાનો લાભ લેવા બાકી રહેલા લોકો માટે આ નિર્ણય લેવાયો છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.