આજના 9 મોટા સમાચાર: PF ખાતાધારકો, શ્રમ કાયદો, ચૂંટણીકાર્ડ, વાહન ચાલકો, ઓમિક્રોન, IPPB વગેરે

PF ખાતા ધારકો માટે છેલ્લી તારીખ: પીએફ ખાતાધારકો માટે, સમયમર્યાદા 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO ​​એ તમામ પીએફ ખાતાધારકો માટે નોમિની ઉમેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો આ કામ 31 ડિસેમ્બર 2021 સુધીમાં કરવામાં નહીં, આવે તો પીએફ ખાતાધારકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

નવા શ્રમ કાયદા લાગુ થશે: કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા લાગુ કરવા જઈ રહી છે જે આગામી નાણાકીય વર્ષમાં તેનો અમલ થઈ શકે છે. આ કાયદો લાગુ થયા બાદ તમારી ટેક હોમ સેલેરી અને PF સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. નવા વેતન કોડ હેઠળ કામના કલાકો 12 કરવામાં આવશે અને સપ્તાહમાં 3 દિવસ રજા રહેશે. આ ઉપરાંત 15 મિનિટ વધું કામ કરવાથી ઓવરટાઈમ ગણવામાં આવશે અને 5 કલાક પછી અડધો કલાક બ્રેક મળશે.

ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક: કેન્દ્ર સરકાર આજે લોકસભામાં વોટર આઇડી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું બિલ રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત બુધવારે આને મંજુરી આપી હતી. જેમાં કહેવાયું હતું કે, મતદાતા યાદીમાં ફેક વોટિંગને રોકવા માટે વોટર આઇડી કાર્ડને  આધાર સાથે જોડવામાં આવશે.

વાહન ચાલકો માટે એપ્લિકેશન: માર્ગ અકસ્માતમાં મોતનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર એક નેવિગેશન એપ લોન્ચ કર્યું છે. આ નેવિગેશન એપ દ્વારા સફર પહેલા ડ્રાઈવરને રસ્તાની માહિતીનું એલર્ટ મળી જશે અને આ રીતે ડ્રાઈવર સચેત બની જશે કે ક્યાં આગળ રસ્તો ખરાબ કે કયાં આગળ રસ્તા પર ખાડા છે. આ એપ્લિકેશન ડ્રાઇવરને રસ્તા પરના ખાડા, ઉબડખાબડ રસ્તા, સ્પીડ બ્રેકર્સ, બ્લાઇન્ડ ટર્ન અને ખરાબ માર્ગ પરના અન્ય જોખમો વિશે ઓડિયો અને વિઝ્યુઅલ માહિતી પ્રદાન કરશે.

IPPB નવો નિયમ: IPPBમાં પૈસા જમા કે ઉપડવા માટે 1 જાન્યુઆરીથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. સેવિંગ અને કરંટ અકાઉન્ટમાં એક મહિનામાં 10,000 રૂપિયા સુધી જમા કરાવવાનું મફત છે. તે પછી જમા થયેલી રકમના 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવાના રહેશે. જો કે આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.

CNG ગેસમાં ભાવ વધારો: કોરોનાની દહેશત વચ્ચે ગુજરાતમાં CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસે ફરી એક વખત CNG ભાવમાં વધારો કરતાં કર્યો છે. અદાણીએ CNGમાં કિલોદીઠ રૂ.1.85નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે અને હવે નવો ભાવ કિલો દીઠ રૂ.67.59 થઇ ગયો છે. 

હવામાન વિભાગની આગાહી: ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ હવે ઉત્તર દિશા તરફ ઠંડો પવન ફૂંકાતાં સમગ્ર ગુજરાતમાં શીત લહેર ફેલાય છે. નલિયા 4.2 ડિગ્રી સાથે ઠંડું રહ્યું તો અમદાવાદમાં પ્રથમવાર 11.2 પારો નોંધાયો છે. અંબાજીમાં પણ સવારે બરફ જામતા ઠંડી વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં હજુ બે દિવસ ભારે ઠંડી પડશે. ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને બે થી ત્રણ દિવસ ઠંડી વધશે.

આજથી સુશાસન સપ્તાહ: કેન્દ્ર સરકાર આજથી સુશાસન સપ્તાહની શરૂઆત કરશે. રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારમાં લોકોની ફરિયાદનું નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવાનો છે. આ અભિયાન 25 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. જે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ઓમિક્રોનનો ખતરો: ભારતમાં કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોન ખૂબ ઝડપથી વધી રહ્યો છે આખરે ડર હતો તે થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આ વેરિયન્ટ 12 રાજ્યોમાં ફેલાઈ ગયો છે અને દેશમાં કુલ ઓમિક્રોનના 153 કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે.