LRD ભરતી મોકૂફ: કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ 6 તારીખના રોજ એસઆરપી ગૃપ વાવ. સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. રાજ્યમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.
ATM ચાર્જમાં વધારો: RBI ના પરિપત્ર મુજબ, અન્ય બેંકોના ATMમાં કાર્ડના ઉપયોગ માટેના ખર્ચ અને અન્ય ચાર્જમાં વધારાને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરીથી બેંકોને દરેક ટ્રાન્ઝેક્શન દીઠ ગ્રાહક ફી વધારીને 21 રૂપિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઈન્ડિયન પેમેન્ટ બેન્ક, ICICI બેન્ક અને axis બેંન્કે આ વિશે જાહેરાત કરી દીધી છે.
રેશનકાર્ડ ધારકો માટે: રેશનકાર્ડમાં ઘરના દરેક સભ્યના આધારકાર્ડ ફરજિયાતપણે લિંક કરાવવાની ઝૂંબેશ પુરવઠા ખાતા દ્વારા હાથ ધરાઇ છે. જાન્યુઆરીથી આધારકાર્ડ લિંક નહી હોય તેવા સભ્યના ભાગનો અનાજનો પુરવઠો કાપી લેવા સુધીના પગલા લેવા સુધીની વિચારણા ગંભીરતાથી ચાલી રહી છે. રેશનકાર્ડને લગતી ગેરરીતિઓ અટકાવવા માટે આધારકાર્ડ લીંકની કામગીરી આરંભાઇ છે.
સમરસ ગ્રામ પંચાયત: ગામડાઓમાં ચૂંટણી વિના લોકો સર્વસંમતિથી જ સરપંચને ચૂંટે. એટલું જ નહીં, લાખો રૂપિયા ગ્રાન્ટ સહિત સરકારી લાભ મેળવે તેવા હેતુસર સમરસ પંચાયતો બનાવવા સરકારે ઘણી મહેનત કરી પણ ઝાઝુ પરિણામ મળી શક્યુ નથી. ગ્રામિણ વિસ્તારોમાં જાતિવાદ અને જૂથવાદના કારણે ગ્રામજનોમાં એક મત જ થતો નથી. જેથી ચૂંટણી યોજવી પડે તેવુ જણાઈ રહ્યું છે અને સમરસ ગ્રામ પંચાયતો થતી જ નથી.
ઓમિક્રોન પીક પર આવશે: ઓમિક્રોન વેરિએન્ટની ભારતમાં આવ્યા બાદ કોરોનાની ત્રીજી લહેર જાન્યુઆરી 2020માં આવી શકે છે. IIT કાનપુરના પ્રો.મણીન્દ્ર અગ્રવાલે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં આવતાં વર્ષે જાન્યુઆરીમાં ત્રીજી લહેર આવી શકે છે અને ફેબ્રુઆરી સુધી આ લહેર પીક પર પહોંચશે. ફેબ્રુઆરીમાં જ્યારે પીક વધશે, તો દરરોજ 1.5 લાખ કેસ આવી શકે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.