રાત્રિ કરફ્યૂ, લગ્નમાં છૂટછાટ: રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારો ન થતાં સરકારે 1 ડિસેમ્બરથી નિયંત્રણો હળવા કર્યા છે. હવે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગ માટે 400 લોકોને છૂટ આપી છે. જોકે લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત છે. ઉપરાંત 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુમાં રાહત આપી છે. હવે કર્ફ્યુ રાત્રે 1થી સવારના 5 કલાક સુધી રહેશે અને રેસ્ટોરન્ટ 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
LPG સિલિન્ડરના ભાવ વધ્યાં: દેશની જનતાના એલપીજી સિલિન્ડર સસ્તા થવાના સપના પર પાણી ફરી વળ્યું છે. ત્યારે હવે આ બાબતને લઈને મોટો આંચકો લાગ્યો છે. આજથી ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થયું છે. જોકે આ ભાવ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પાક નુક્સાન સહાય ફેઝ-2: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તમામને SDRFના નિયમ પ્રમાણે હેક્ટર દીઠ 6,800 રૂપિયાની સહાય અપાશે. સહાય મેળવવા માટે 6થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે.
ઓનલાઈન RTI પોર્ટલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતા નાગરિકોને માહિતી અધિકાર અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યું હતું. આ ઓનલાઈન RTI પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે તેમજ RTI પણ ઓનલાઇન થઇ શકશે.
Googleની પેમેન્ટ સિક્યોરિટી વધી: 1 જાન્યુઆરી 2022થી ગુગલ ગ્રાહકોની કાર્ડ ડિટેલ જેવી કે કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટને સેવ કરશે નહીં. આ પહેલા ગુગલ તમારી કાર્ડ ડીટેલ સેવ કરતું હતું. જેથી ગ્રાહકને જ્યારે પેમેન્ટ કરવાનું થતું ત્યારે માત્ર cvv નંબર દાખલ કરવો પડતો હતો. 1 જાન્યુઆરી બાદ મેન્યુઅલ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ગ્રાહકોને કાર્ડ નંબર સાથે એક્સપાયરી ડેટ પણ યાદ રાખવી પડશે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.