મોઘવારી ફાટી નીકળી: છેલ્લા 14 વર્ષથી જેને સામાન્ય લોકોનું ખિસ્સું હળવા કર્યા વગર ઘર ઘરમાં જરૂરિયાતના સમયે સળગીને પ્રકાશ પાથર્યો તે માચીસ હવે મોંઘવારીના બોજ હેઠળ દબાઈ ગઈ છે. અંતે હવે તેનો ભાવ વધવા જઈ રહ્યો છે. આગામી મહીનાથી રૂ. 1માં વેચાતી માચીસ રૂ. 2માં મળશે.
ગો ગ્રીન યોજના: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોમવારે 'ગો ગ્રીન યોજના'ની શરૂઆત કરવામાં આવશે. આ યોજના અંતર્ગત સંગઠિત અને બાંધકામ શ્રમિકોને સબસિડીના આધારે ઈ-વાહન મળશે. આ માટે શ્રમિકોએ વાહન લેવા માટે એપ્લિકેશન મારફતે એપ્લાય કરવાનું રહેશે.
ટેસ્ટટ્યુબ બેબી પાડો: મહિલાઓને ગર્ભ ધારણ માટે વપરાતી ટેકનોલોજીનો ભારતમા પહેલીવાર જાનવર પર પ્રયોગ કરવામાં આવ્યો જે સફળ રહ્યો છે. ગુજરાત રાજ્યના સોમનાથ જિલ્લાના ધાણેજ ગામમાં સ્થિત વિનય વાળા નામક ખેડૂતની ભેંસે IVF થી પાડાને જન્મ આપતા દેશ વિદેશમાં તેના સમાચાર ફેલાયા છે. બન્ની પ્રજાતિની ભેંસની આ પ્રજાતિનાં પાડાનાં જન્મની સાથે જ ભારતમા ટેકનોલોજીએ નવો ઈતિહાસ પણ રચી દીધો છે.
કોલસાની તંગી (coal crises) ને કારણે રાજ્યમાં વીજ કાપનું સંકટ ઘેરાઈ રહ્યું છે. હાલ વીજ કાપની સૌથી મોટી સમસ્યા ખેડૂતોને નડી રહી છે. જેથી ખેડૂતોએ વીજકાપનો વિરોધ કર્યો છે. ત્યારે ગુજરાતમાં વીજકાપની અફવાઓ વિશે MGVCL એ ખુલાસો આપ્યો છે. તહેવારમાં ગુજરાતમાં ખૂબ સરસ રીતે વીજળી આપવાના છે. સામાન્ય રીતે આપણે રિન્યુએબલ એનર્જી પર વિશ્વાસ કરીએ છીએ. હાલ સાંજના સમયમાં 30 મિનિટ સુધી કૃષિ માટે કાપ આપવામાં આવ્યો છે.
એલઆરડી ભરતીના ફોર્મ શરૂ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે આજથી લોક રક્ષક દળની 10459 ભરતી પ્રક્રિયા માટેની અરજી સ્વીકારવાની શરૂ થઈ છે, આ માહિતી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી આપી હતી.