નવી સરકારની નવી યોજના, પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર, વગેરે મહત્વની તમામ માહિતી આંગળીના ટેરવા પર

નવી સરકારની નવી યોજના, પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર, વગેરે મહત્વની તમામ માહિતી આંગળીના ટેરવા પર

નવી યોજના: ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સરકારે ખાસ યોજના તૈયાર કરી છે જેમાં ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ આપવામાં આવશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો વ્યાજ વિના મોંઘા ફોનની પણ ખરીદી કરી શકશે.

પેપર ફૂટયું: ગાંધીનગરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પેપર પરીક્ષા પહેલાં જ થતા ખળભળાટ મચી ગયો હતો. ગઈ કાલે સવારે સાડા દસ વાગ્યે પરીક્ષા શરૂ થાય તેના અડધા કલાક પહેલાં જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું હતું મહત્વનું છે કે ગાંધીનગરના જાણીતા ખાનગી ટ્યૂશન ક્લાસીસ દ્વારા પેપર લીક કરવામાં આવ્યુ હતું.

એક ફોન કરતાં જ ઘરે 20,000 રૂપિયા આવી જશે: ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે ગ્રાહકોને દરેક નાના કામ માટે ATM કે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ બેંક પોતે જ તમારી પાસે આવશે. જી હા, SBI એ આ સેવાને ડોર સ્ટેપ બેંકિંગ (Door Step Banking) નામ આપ્યું છે. જોકે તેની કેટલીક શરતો પણ છે.

નિર્ણય બદલાયો: PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પીએસઆઈ અને લોકરક્ષકની સીધી ભરતીમાં હવે ફિઝિકલમાં જેટલા પણ ઉમેદવારો પાસ થશે તે તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવા મળશે.

શું તમે ફોન પે યુઝ કરો છો?: જો તમે phonpe જેવા વોલેટ થી તમારા મોબાઇલનુ અથવા બીજા કોઈ વ્યક્તિનાં મોબાઈલનુ રિચાર્જ કરો છો તો હવે તમારે એના માટે વધુ ચાર્જ ચુકવવો પડશે. Phonepe એ અમુક યૂઝર્સ પાસેથી મોબાઇલ રીચાર્જ કરાવવા પર 1 થી 2 રૂપિયા ચાર્જ લેવાની શરૂઆત પણ કરી દીધી છે.