કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચરીઓની આ સુવિધાઓ બંધ, હવામાન વિભાગની આગાહી, અહીં અપાયું એક નંબરનું સિગ્નલ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચરીઓની આ સુવિધાઓ બંધ, હવામાન વિભાગની આગાહી, અહીં અપાયું એક નંબરનું સિગ્નલ

 કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: કેન્દ્ર સરકારે 3600 કરોડ રૂપિયાના VVIP હેલીકોપ્ટર કૌભાડથી જોડાયેલી ઈટલી કંપનીથી બેન હટાવી દીધી છે. કાયદા મંત્રાલય અને અન્ય એજન્સીઓ સાથે ચર્ચાના આધારે આ નિર્ણય લેવાયો છે.

સપનું ફરી અધૂરું રહ્યું: ક્રિકેટ મેચના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતની ટીમ સેમિફાઇનલ માંથી બહાર થઈ ચૂકી છે. આજે ભારતનો મુકાબલો નામિબિયા ટીમ સામે થવાનો છે પરંતુ આ મેચ જીત્યા બાદ પણ ભારતની ટીમ સેમિફાઇનલમાં નહિ પહોંચી શકે. કારણ કે ગઈકાલે ન્યુઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાન ટીમને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

કર્મચારીઓની આ સુવિધા બંધ: કોરોના મહામારી નાં કારણે સરકારી કર્મચરીઓને આપવામાં આવેલી સુવિધા પૂરી થઈ ચૂકી છે. સરકારી કર્મચારીઓએ ઓફિસમાં પૂરા સમયની હાજરી નોંધાવવી પડશે. હાજરી રેકોર્ડ કરવા માટે બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ (Biometric Attendance) આજથી એટલે કે સોમવારથી ફરી શરૂ કરવામાં આવી રહી છે.

દરિયામાં કરંટ: હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહિ કરી છે. એમાં પણ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. સમુદ્રમાં કરન્ટના પગલે હવામાન વિભાગની આગાહી કરી છે. અને આ પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.