રાહત પેકેજ જાહેર: ગયા સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના પરિણામે ખેતીને ભારે નુકસાન થયું છે. આજે કેબિનેટ બેઠક મળશે જેની અંદર રાજયના 4 જિલ્લામાં કૃષિ સહાય પેકેજ જાહેર કરશે. રાહત પેકેજ અંતર્ગત ખેડુતોને હેકટર દીઠ ઓછામાં ઓછાં 13,000 રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કૃષી રાહત પેકેજનાં ફોર્મ 25 ઓકટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઇન ભરી શકશે.
સેવા સેતુ કાર્યક્રમ: ગુજરાત સરકાર ઑક્ટોબર મહિનાની 22 તારીખથી સેવાસેતું કાર્યક્રમ યોજવા જઈ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત 22 ઑક્ટોબર 2021 થી 05/01/2022 સુધીમાં 2500 જેટલા સેવસેતુનાં કાર્યક્રમ યોજશે. જેમાં રેશનકાર્ડ સુધારા વધારા, આવકના દાખલા, 7/12 8 અ નાં પ્રમાણપત્રો, મા કાર્ડ જેવા કામો યોજાશે.
તમામ ખેડૂતોને મળશે KCC: ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકાર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા અનુસાર, તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) આપવામાં આવશે. ખેડૂત લાભાર્થી પશુપાલન અને મત્સ્યપાલન પણ આ અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. જોકે લોન પર વ્યાજ 9 ટકા છે, પરંતુ તેને સરકાર તરફથી 2% ની સબસિડી મળે છે.
ઠંડીનો ચમકારો: ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે.
ખાદ્યતેલનાં ભાવમાં ઘટાડો: દેશનાં નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં હવે ધટાડો થશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં આયાત શુલ્ક ઘટાડવા કહ્યું છે. ક્રૂડ પામ તેલ પર ડ્યુટી ઘટાડીને 8.25 ટકા, RBD પામોલિન પર 19.5, RBD પામ તેલ 19.25, ક્રૂડ સોયા ઓઇલ 5.5, ક્રૂડ સન ફલાવર ઓઇલ 5.5 અને રિફાઈન્ડ સન ફલાવર ઓઈલમાં 19.25 ટકા કરાયા છે.
જળ સંકટ: સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઉત્તરાખંડ રાજ્યમાં તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યુ છે. જાણીતા ટુરિસ્ટ પ્લેસ નૈનિતાલમાં સરોવર છલકાઈ છે અને તેનુ પાણી માલ રોડ પર વહી રહ્યુ છે. સેંકડો મકાનો નદીઓના પૂરમાં વહી ગયા છે. રુષિકેશમાં પણ ગંગા નદી બંને કાઠે વહેતી દેખાય છે. ઘાટો પર પણ પાણી છે.