khissu

મુખ્યમંત્રીએ ગરીબોને કરાવ્યો ધરમનો ધક્કો, ખેડૂતો માટે રાહતના સમાચાર, વગેરે માહિતી જાણો ટુંકમાં

ભૂપેન્દ્ર પટેલે ગરીબોને ધરમ નો ધક્કો કરાવ્યો: ગઈકાલથી દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. પરંતુ રેશન કાર્ડ દુકાનો માંથી અનાજ, તેલ, ખાંડ, તુવેરદાળ વેગેરે હજુ પહોંચ્યા નથી. જેને કારણે મોટાભાગના કાર્ડ ધરકોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. આવતી કાલે દીવાળી છે પરંતુ અનાજની દુકાનોમાં અનાજ પહોંચ્યું નથી. સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસભેર દિવાળીની ઉજવણી થશે પરંતુ ગરીબોનાં ઘરમાં દીવા માટે તેલ પણ નહિ હોય.

દીવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખીને એસટી બસ વિભાગે મહત્વનો નિણર્ય લીધો છે. સ્ત બસ વિભાગે દિવાળીના તહેવાર પર વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર અને પંચમહાલ જિલ્લા માટે વધારાની બસની ફાળવણી કરાઈ છે.

પેટ્રોલ ડીઝલ ભાવ ફરી ઊંચકાયા: દીવાળીનાં તહેવારો આવતાની સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવ 105 ની સપાટી વટાવી ચૂક્યા છે. ગયા વર્ષે દિવાળી ઉપર પેટ્રોલ 78.84 રૂપિયા અને ડીઝલ 75.80 રૂપિયે મળતું. જેની હવે એક વર્ષ બાદ 105 રૂપિયાને પાર થઈ ચૂકી છે. ઇંધણ સિવાય ઘરેલુ ચીજવસ્તુઓમાં પણ ભાવ વધ્યા છે.

સર્વે પૂર્ણ: રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાન થયેલા જિલ્લાઓ માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને આ મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીમાં બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ 7 જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલીનો સમાવેશ થાય છે. આજે 7 જિલ્લાઓની સર્વેની કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સોંપવામાં આવ્યો છે