khissu

માહિતી ટૂંકમાં: બેંક ઓફ બરોડાનાં ખતાધારકો માટે મહત્વની માહિતી, હવામાન વિભાગની આગાહી, પીએફ ખાતાધારકો માટે વગેરે માહિતી જાણો ટુંકમાં

પીએફ ખાતાધારકો માટે: જો તમે કોઈ કારણોસર કોઇ સંસ્થામાંથી નોકરી છોડી દીધી છે અને બીજી કોઈ જગ્યાએ તમારુ ટ્રાન્સફર કરાવ્યું છે તો હવે તમારે EPFO માં નોકરી છોડવાની તારીખ અપડેટ કરવી જરૂરી છે. જો તમે એક્સિટ ડેટ અપડેટ નથી કરી તો PF ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવામાં મૂશ્કેલી આવી શકે છે.

ગરીબોને મફતનું રાશન બંધ?: કોરોના મહામારીનાં કારણે ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મફતમાં રાશન આપવામાં આવતું હતું. જેનો સમયગાળો નવેમ્બર 2021 સુધી રાખવામાં આવ્યો હતો. પરંતુ હાલ ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે કહ્યું હતું કે આ સ્કીમ હેઠળ નવેમ્બર પછી ગરીબોને અનાજ આપવાનો હાલ કોઇ પ્રસ્તાવ નથી. નોંધનીય છે કે આ યોજનાનો સમયગાળો જૂનમાં વધારીને નવેમ્બર સુધી કર્યો હતો.

પેટ્રોલ પંપ પર મળશે ઇલેક્ટ્રિક વાહનની સુવિધા: ઇલેક્ટ્રિક વાહનોને લઈને લોકોમાં વધી રહેલા ક્રેઝના કારણે દેશના 7 હજાર પેટ્રોલ પંપ પર કાર ચાર્જીંગ ની સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની બનાવી રહી છે.

હવામાન સમાચાર: રાજ્યમાં ઠંડી ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સાયકલોન સર્ક્યુલેશનનાં કારણે આગામી 5 દિવસમાં અનેક સ્થળોએ છોટો છવાયો વરસાદ પડી શકે તેમ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

BOB ખાતા ધારકો માટે: ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે બેંક ઓફ બરોડાએ નવા બે નંબર જારી કર્યા છે. જેમાં બેલેન્સ ની જાણકારી મેળવવા મટે 8468001111, મીની સ્ટેટમેન્ટ માટે 8468001122 નંબર પર ડાયલ કરી જાણકારી મેળવી શકો છો.