સરકારના નિર્ણયથી ખેડુતો નારાજ, ભુપેન્દ્ર પટેલે રાતોરાત નિર્ણયમાં ફેરફાર કર્યો અને જાણો મહત્વની તમામ માહીતી સંક્ષિપ્તમાં

સરકારના નિર્ણયથી ખેડુતો નારાજ, ભુપેન્દ્ર પટેલે રાતોરાત નિર્ણયમાં ફેરફાર કર્યો અને જાણો મહત્વની તમામ માહીતી સંક્ષિપ્તમાં

રાતોરાત નિર્ણય બદલાયો: સરકારે ઈદ એ મિલાદ તહેવાર પર ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની છૂટ આપવામાં આવી હતી. પરંતુ ગઈકાલે રાજ્ય સરકારે ગાઈડલાઈન માં ફેરફાર કર્યો છે. જો ઈદ નુ જુલૂસ શેરી મહોલ્લા સુધી સીમિત હોય તો 400 લોકો ભેગા થઈ શકશે. જો સ્થાનિક વિસ્તારની બહાર જુલૂસ કાઢવું હોય તો 15 વ્યક્તિની મંજુરી લાગુ રહેશે.

ખેડૂતોનાં હિતમાં નિર્ણય: મનસુખ માંડવીયા એ ગઇ કાલે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેને જાહેરાત કરતાં કહ્યું કે ખાતરના ભાવ વધવાને કારણે ખેડુતો પાસેથી પૈસા વસુલવામાં આવશે નહિ. સરકારે ખાતરના ભાવ વધાર્યા નથી પરંતુ સબસિડીનાં ભાવમાં વધારો કરી પહેલાની જેમ જ હાલ ખેડૂતોને ખાતર આપશે. આ નિર્ણયથી એવું સાબિત થાય છે કે સરકાર ખેડુતોનાં હિત માટે વિચારી કરી રહી છે. પરંતુ તમને જણાવી દઇએ કે સરકારનાં આ નિર્ણયથી ખેડૂતો નારાજ છે.

શરદ પૂર્ણિમાની તૈયારીઓ શરૂ: ડાકોર ખાતે શરદ પૂર્ણિમા તહેવાર નિમિતે ઉલ્લાસ ભેર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શરદ પૂનમનાં દિવસે ડાકોરના ઠાકોર દર વર્ષની જેમ આ વર્ષે પણ મુગટ ધારણ કરશે. તમને જણાવી દઈએ કે વર્ષમાં 3 પ્રસંગોએ જ રણછોડરાયજી મુગટ ધારણ કરે છે. જેમાં કાર્તિકી પૂર્ણિમા, જન્માષ્ટમી અને શરદ પૂર્ણિમા પ્રસંગો શામેલ છે. મુગટ ધારણ કર્યાં બાદ ડાકોર નાં ઠાકોર ચાંદીના ઝવેરાત ધારણ કરશે

બાબા રામ રહીમને હવે આજીવન કેદ: ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ રામ રહીમને એક હત્યાના કેસમાં સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. બાબા રામ રહીમનાં કેસમાં હરિયાણાની અંદર કલમ 144 લગાવવામાં આવી હતી અને બાબા રામ રહીમ સહિત 6 વ્યક્તિઓને 8 ઓકટોબરે દોશી સાબિત કરવામાં આવ્યા હતા. તે તમામ લોકોને આજીવન કેદ સંભાળવામાં આવી છે.

શિક્ષકોને ખુશ ખબરી: થોડા સમય પહેલા જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ત્યારે ગઈકાલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટેટ પાસ ઉમેદવારોને આ અંગે બાંહેધરી આપી છે કે રાજ્યમાં ધોરણ 6 થી 8 માં મોટા પાયે ટેટ પાસ ઉમેદવારોની ભરતી થશે. જેમાં સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન તેમજ ભાષાના શિક્ષકોની મોટાં પાયે ભરતી કરવામાં આવશે.