મહેસુલ મંત્રી એક્શનમાં: મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર રોકવા માટે મહેસુલ મંત્રી એક્શનમાં આવ્યા છે.રાજ્ય વ્યાપી ફરિયાદો આધારે મહેસુલ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયમાં રાજ્ય કક્ષાની કમિટી બનાવવામાં આવશે. આ કમિટી જિલ્લાની કોઈ પણ કલેકટર કચેરીમાં ઓચિંતી મુલાકાત લેશે. જેમાં કમિટીની મુલાકાત દરમિયાન ઝડપાયેલા અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
દિવાળી પહેલા મોટી ભેટ: દિવાળી પહેલા મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સુત્રો નુ કહેવું છે કે સરકારે કર્મચારીઓ અને પેન્શનરોનાં મોંધવારી ભથ્થામાં 3% નો વધારો કરવાની મંજુરી આપી છે.
ગુજરાત પોલીસ ભરતી: ગુજરાત પોલીસ ભરતી વિભાગે PSI અને ASI ઓફિસરની ભરતી માટે 1382 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જેથી રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો રાજ્ય સરકારોના ભરતી પોર્ટલ ઓજસ પર ઑનલાઇન ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઑક્ટોબર નક્કી કરવામાં આવી છે.
શિક્ષકોને અઠવાડિયામાં એક દિવસ ખાદી પહેરવી પડશે. આ વર્ષે સરકારે વળતરની ટકાવારી ઘટાડ્યા બાદ વેંચાણ વધારવા નવા નવા નુસખાઓ અજમાવી રહી છે. એક નુસ્ખા તરીકે રાજ્યના પ્રાથમિક શિક્ષકોને અઠવાડિયામાં એક દિવસ ખાદી પહેરીને વિધાર્થીઓને ભણાવવા પડશે.
અગિયારસ અને વાઘબારસ એક સાથે: આ વર્ષે ચાલી રહેલા તહેવારોમાં બે ક્ષયનાં કારણે બે તિથિ એક જ દિવસે હોવાથી અગિયારસ અને વાઘબારસ એક સાથે ઉજવવામાં આવશે. સોમવારે 1 નવેમ્બરે એકદશી અને વાઘબારસ ઉજવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે સવારના 11:31 સુધી વાઘબારસ અને ત્યારબાદ તેરસ ઉજવાશે. અને મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ ઉજવાશે.diwaligift