નવી જાહેરાત: નવી ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે નોકરિયાત વર્ગને લઇને એક પછી એક મહત્વના નિર્ણયો કરી રહી છે. કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની હવે બદલી થઈ શકશે. લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઓ બદલીની માંગ કરી કરી રહ્યા હતાં. જેના પર આજે ગુજરાત સરકારે સ્વીકૃતિની મહોર મારી હતી.
ચેન્નઇ સુપર કિંગ્સે જીતી t20 ટ્રોફી : IPL (IPL 2021) ની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને ચોથી વખત ખિતાબ જીત્યો. ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 165 રન બનાવી શકી હતી.
લગ્નના 45 વર્ષ બાદ ઘરે પારણું બંધાયું: રાપર તાલુકાના મોરા ગામના 70 વર્ષના જીવુબેન રબારીએ લગ્નના 45 વર્ષ બાદ ટેસ્ટ ટ્યુબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુંબેન તથા તેમના પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ઘણા સમયથી સંતાન માટે ભગવાનને આજીજી કરતા હતા.
ગુજરાતમાં ગઇકાલે ઉજવાયો આ શહેરમા પતંગોત્સવ: પાટણ જિલ્લાનાં સિદ્ધપુર શહેર ખાતે ગઇકાલે પતંગોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. પાટણનાં રાજા સિદ્ધરાજ જયસિંહનુ મૃત્યુ ઉતરાયણ મા દિવસે થયું હોવાથી સિદ્ધપુરના રહેવાસીઓ દશેરાના દિવસે પતંગોત્સવ ની ઉજવણી કરે છે.
નિર્ણય: ચુંટણી પંચ દ્વારા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM નો ઉપયોગ નહીં થાય તેવો નિર્દેશ આપ્યો છે. આગામી વર્ષમાં વિધાનસભાની ચુંટણી પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે તેવા ભણકારા વાગી રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ એવી શક્યતા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: દિવાળીને લઇને ગુજરાત સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવો નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવ્યો છે. સરકારી કર્મચરીઓને પગારને લઈને કોઈ સમસ્યા ન થાય તે સારું સરકારે દીવાળી પહેલા જ પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે.
ભાવ વધારો: ગઇકાલે દશેરાના દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં શુક્રવારે ઈન્ડિયન ઓઇલ પંપ પર એક લીટર પેટ્રોલ 105.14 રૂપિયામાં અને ડીઝલ 93.87 રૂપિયામાં ઉપલબ્ધ છે. વળી, રાંચીમાં પેટ્રોલ અને ડીઝલ લગભગ સમાન દરે વેચાઈ રહ્યા છે.
દેશ વિદેશ: અફઘાનિસ્તાનનાં કંધારમાં મસ્જિદ પાસે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ કંધારની ઇમામ બારગાહ મસ્જિદ પાસે થયો હતો. જેમાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 40 લોકોને ઇજા પહોંચી હતી. અગાઉ 3 ઓકટોબરે પણ મસ્જિદ નજીક અકસ્માત થયો હતો જેમાં 12 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને 12 લોકોને ઇજા પહોંચી હતી.