આજે 11 માર્ચ અને શુક્રવાર છે, શુક્રવારના સવારના તાજા સમાચાર પર એક નજર કરીએ…
1) આજથી બે દિવસ સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે, આજે મોદીજીની મુલાકાતને લઈને વિધાનસભાનું સત્ર રદ કરાયું.
2) ગઇકાલે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું હતું જેમાં ચાર રાજ્યોમાં ભાજપે બહુમતીથી સીટો જીતી છે, નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યુપીના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે.
3) પીએમ મોદીની મુલાકાતને લઇને અમદાવાદના અમુક રસ્તાઓ પર અવરજવર બંધ, પોલીસે જાહેર કર્યું લિસ્ટ.
4) છેલ્લા 2 વર્ષમાં માસ્ક ન પહેરવા બદલ 36.26 લાખ લોકોએ ભર્યો દંડ, સરકારને 250 કરોડની આવક
5) યુદ્ધને લઇ રશિયન વિદેશમંત્રીનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન, અમેરિકા યુક્રેનમાં નહીં મોકલે પોતાનું સૈન્ય, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 16મો દિવસ, ગઈ કાલે તુર્કીની બેઠકમાં કંઇ ખાસ પરિણામ ન આવ્યું, અમે યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ : રશિયન વિદેશમંત્રી
6) કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) અને પેન્શનરો(Pensioners)ને હોળીની ભેટ આપી શકે છે. હોળી-ધૂળેટી પહેલા વધી શકે મોંઘવારી ભથ્થુ. 50 લાખથી વધુ સરકારી કર્મચારી અને 65 લાખથી વધુ પેન્શનરોને થઈ શકે ફાયદો.