gujarat Gold Rate/Silver Price Today 10 October 2023: જો તમે નવરાત્રિ પહેલાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા મંગળવારના સોના અને ચાંદીના નવીનતમ ભાવ જાણો. આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં કોઈ વધારે ફેરફાર થયો નથી, બંને તેમના જૂના ભાવો પર ચાલી રહ્યા છે. રાહતની વાત એ છે કે અત્યારે સોનું રૂ.55 હજારથી નીચે અને ચાંદી રૂ.73 હજારની નીચે છે.
સોનાનો દર આજે, 10 ઑક્ટોબર, 2023ના રોજ ભારતમાં સોનાનો ભાવ: મંગળવારે સોનાના ભાવમાં વધારો ચાલુ રહ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું ઓક્ટોબર વાયદો રૂ.123 અથવા 0.21% વધીને રૂ.57695 પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સોનાના ભાવની આગાહી: મંગળવારે એમસીએક્સ સોનાના ભાવમાં વધારો થયો, જ્યારે ચાંદીના દરો 0.37% ઘટ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું ઓક્ટોબર વાયદો રૂ. 123 અથવા 0.21% વધીને રૂ. 57695 પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 254 ઘટીને 68840 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગુજરાતમાં એક ગ્રામ સોનાનો ભાવ ₹5,444 છે જ્યારે ગઈ કાલે ₹5,424 હતો એટલે 10 ગ્રામ સોનાએ 200 રૂપિયાનો વધારો થયો છે. એટલે આજે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ ₹ 54,440 છે. જો 8 ગ્રામ 22 કેરેટ સોનાના ભાવ ની વાત કરવામાં આવે તો આજે ₹ 43,552 ભાવ છે. આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹ 57,160 છે જ્યારે ગઈ કાલે ₹ 56,950 રૂપિયા હતો. આમ 24 કેરેટ સોનામાં પણ 210 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં આજે ચાંદીના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી 72,600 ની સપાટીએ ચાંદીના ભાવો ટકેલા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સોનું ફરી એકવાર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. તેની અસર સોના-ચાંદીની કિંમતો પર પણ જોવા મળી રહી છે. જો કે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સોનાએ જોર પકડ્યું છે.