khissu

આજે પૃથ્વી પર અદ્ભુત દિવસ : જાણો શું છે ખાસ?

આજ નો દિવસ 22 ડિસેમ્બર એટલે કે વર્ષ નો સૌથી ટુંકમાં ટુંકો દિવસ અને સૌથી લાંબી રાત.

આ દિવસની સાથો સાથ રાષ્ટ્રીય ગણિત દિવસ અને મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ ઐયંગર રામાનુજન નો જન્મ દિવસ પણ છે.

તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે રામાનુજને આપેલા ગણિતના યોગદાન બદલ વર્ષ ૨૦૧૧ ના રોજ શ્રીનિવાસ રામાનુજન ની ૧૨૫ મી જન્મ જયંતી ૨૨ ડિસેમ્બર ને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો.

વર્ષ ૨૦૧૨ ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ શ્રીનિવાસ રમાનુજન ની યાદ માં ૫ રૂપિયાની સ્મારક ટપાલ બહાર પાડી હતી. 

સાથે એ પણ ખબર હોવી જરૂરી છે કે શ્રીનિવાસ રામાનુજન એ મહત્વપૂર્ણ ગણિતના યોગદાન બદલ તેને "સંખ્યાનો જાદુગર" અને "ગણિશાસ્ત્રી" તરીકે ઓળખવામાં આવે છે.

૧૭૨૯ નંબર ને હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખવામાં આવે છે.

શ્રીનિવાસ રામાનુજન ના જીવન આધારિત ૨૦૧૫ માં The Man Who Know Infinity ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું.