આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ છે અને આજે તમારે આ 6 કામો પતાવી દેવા જોઇએ.
1) PAN- આધાર લિંક કરો.
PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી હતી. સીબીડીટીએ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી હતી. કહેવામાં આવ્યું હતું કે PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. આ પછી, જેમનું PAN આધાર સાથે લિંક નથી, તેમનો PAN નિષ્ક્રિય થઈ જશે. તમે PAN અને આધારને ઓનલાઈન પણ લિંક કરી શકો છો.
2) ઉચ્ચ પેન્શન માટેની અરજી કરી દો.
EPFOએ ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે 26 જૂન 2023ની સમયમર્યાદા આપી છે. અગાઉ તેની અંતિમ તારીખ 3 મે હતી. તમામ સબ્સ્ક્રાઇબર્સ આમાં અરજી કરી શકે છે. એવી અપેક્ષા છે કે EPFOની સમયમર્યાદા વધુ લંબાવવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં EPFOને 12 લાખથી વધુ અરજીઓ મળી છે.
EPFOએ પેન્શનરો અને સભ્યોની સુવિધા માટે સમયમર્યાદા લંબાવી હતી. આ નિર્ણય EPFO કર્મચારીઓ, એમ્પ્લોયર્સ અને એસોસિએશનની માંગને પગલે લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પેન્શનધારકો અને સભ્યોને ઉચ્ચ પેન્શન માટે પૂરતી તક આપવામાં આવી છે.
3) ઇન્ડિયન બેંક સ્પેશિયલ એફડી માં રોકાણ કરી લો
ઇન્ડિયન બેંકે IND SUPER 400 DAYS સાથેની વિશેષ FDs માટેની સમયમર્યાદા 30 જૂન, 2023 સુધી લંબાવી છે. ઈન્ડિયન બેંક હવે લોકોને 7.25 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર વરિષ્ઠ નાગરિકોને 8.00 ટકા વ્યાજ આપી રહી છે.
4) SBI ની અમૃત કલશ યોજના નો લાભ ઉઠાવી લો:- દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ અમૃત કલશ સ્પેશિયલ FDની અંતિમ તારીખ 03 જૂન, 2023 સુધી લંબાવી છે. બેંકે અગાઉ રિટેલ ટર્મ ડિપોઝિટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ 15 ફેબ્રુઆરી, 2023 થી 31 માર્ચ, 2023 સુધી માન્ય હતો. ગ્રાહકો આ FDમાં 30 જૂન સુધી અરજી કરી શકે છે. એટલે કે ગ્રાહક 30 જૂન, 2023 સુધી FDનો લાભ લઈ શકે છે.
5) મફતમાં આધાર અપડેટ કરવો :- UIDAIએ આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન નક્કી કરી છે. જો તમે આધારને ઓનલાઈન અપડેટ કરો છો, તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, પરંતુ ઑફલાઇનમાં, અપડેટ ચાર્જ લાગશે. આ સુવિધાથી આધાર ધારકો તેમના બાયોમેટ્રિક, સરનામું, નામ, ફોટો અપડેટ કરી શકશે. તમે myAadhaar પોર્ટલ પર જઈને તમારા આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.
6) બેંક લોકર કરારની અંતિમ તારીખ આજે જ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકો માટે લોકર કરારનું નવીકરણ પૂર્ણ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. આરબીઆઈએ 30 જૂન, 2023 સુધીમાં 50 ટકા અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 75 ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે.