khissu

આજથી 7 ફેરફારો લાગુ, નવા ભાવ વધારા સાથે જુલાઈ મહિનો ખિસ્સા પર ભારે અસર પાડશે, જાણો સંપૂર્ણ માહિતી

દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા બદલાવો થતા હોય છે, તેવી જ રીતે જુલાઈ મહિનામાં પણ મોટા ફેરફારો થયા છે જેમની માહિતી જાણીશું આજના આ આર્ટીકલમાં...

1 જુલાઈ થી બદલાયેલા નિયમો ઉપર નજર કરીએ તો
1) AC મોંઘી થઈ:- આજથી 1 જુલાઈ, 2022થી દેશમાં એર કંડિશનર (AC)ની કિંમતમાં વધારો થયો છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) એ એનર્જી રેટિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર આજથી 5 સ્ટાર ACનું રેટિંગ ઘટાડીને 4 સ્ટાર કરવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ACની કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો થશે. 

2)ગેસ સિલિન્ડર ના ભાવો :- LPG ગેસ સિલિન્ડર ના ભાવો માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ઘરેલુ LPG ગેસ સિલિન્ડર 1120 રૂપિયા આજુબાજુ ગુજરાતમાં જુલાઈ મહિનામાં મળશે.

3) આજથી (1 જુલાઈથી) ટુ વ્હીલર મોંઘા થશે. Hero MotoCorp એ તેની બ્રાન્ડ્સની કિંમતોમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. Hero MotoCorp એ વધતી જતી મોંઘવારી અને કાચા માલના ભાવમાં વધારાને કારણે કિંમતોમાં વધારો કર્યો છે. અન્ય કંપનીઓ પણ તેમના વાહનોની કિંમતમાં વધારો કરી શકે તેમ પૂરી સંભાવના છે. 

4) પેટ્રોલ, PNG અને CNG નાં ભાવ પણ યથાવત છે. ભાવ ઘટવાની સંભાવના હતી પરંતુ કોઈ ફેરફાર થયો નથી.

5) આજથી કૉલીટી કંટ્રોલ નિયમ લાગુ થયો છે જે મુજબ જૂના બુટ અને ચંપલનું ભારતમાં વેચાણ થશે નહીં. આજથી દેશમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે ફૂટવેર યુનિટ્સને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

6) આજથી ઈલેક્ટ્રોનિક વાહનોના નવા દરમાં વધારો થયો છે. ઉદ્યોગ મંત્રાલયે FAME-II સબસિડીની રકમને સુધારીને રૂ. 10000 પ્રતિ kWh કરી છે, જે અગાઉ રૂ. 15000 પ્રતિ kWh હતી. જે સબસિડી ઘટાડવાના કારણે મોટા ભાગના ઈલેક્ટ્રિક વાહનો લગભગ 25000 રૂપિયાથી 35000 રૂપિયા સુધી મોંઘા થશે.

7) આજથી નવા વાહનો માટે RTOનાં નિયમ બદલાયા:- આ મહિનાથી એટલે કે 1 જુલાઈથી RTOને બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તમામ વાહનો એટલે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, 7. 5 ટનથી ઓછી ક્ષમતાવાળા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો પર આ નવો નિયમ લાગુ કરવામાં આવશે. 

નિયમ લાગુ પડ્યા પછી ગુજરાતમાં નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે, જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ  'Applied For Registration'નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે. આમ વાહનો માટે નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે.