આજે પોષી પૂનમના રોજ ગબ્બરના ગોખવાળા માઁ અંબાજીનો પ્રગટ્યોત્સવ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

આજે પોષી પૂનમના રોજ ગબ્બરના ગોખવાળા માઁ અંબાજીનો પ્રગટ્યોત્સવ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

કોરોના મહામારી વચ્ચે આવતા તહેવારો પર રોક લગાવામાં આવે છે તો અમુક તહેવારોમાં સીમા લાંધવામા આવે છે. દર વર્ષે પોષી પૂનમના દિવસે ઉજવાતા માઁ અંબા ના પ્રગટ્યોત્સવમાં આ વખતે સાદગીથી ઉજવવામાં આવશે.


કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં પાટોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી. સવારે લાખો લોકોની ભીડ યોજાઈ હતી જોકે બહારથી આવનારા ભક્તોની સંખ્યા ઓછી હતી. કોરોના ગાઈડલાઈન ને ધ્યાને રાખી શોભાયાત્રા બંધ રાખવામાં આવી હતી. જોકે મંદિરના ચાચર ચોકમાં સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે મહાયજ્ઞ નો પ્રારંભ થયો હતો.


આજના દિવસે ૫૧ શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ ગણાતા ગબ્બરની અખંડ જ્યોતના અંશો લઈ વિવિધ જગ્યાએ રહેલા માઁ અંબાના મંદિરની જ્યોતિમાં સમર્પિત કરવામાં આવે છે અને ત્યારબાદ શક્તિ યજ્ઞનો આરંભ કરવામાં આવે છે જોકે આ વખતે બધાજ કાર્યોમાં કોરોના ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે.


આજ પોષી પૂનમન દિવસે અલગ અલગ વિસ્તારમાં રહેલા માઁ અંબાજીના મંદિરમાં ઉજવણી કરવામાં આવે છે જેમાં અંબાજી પાસે રહેલા કોટેશ્વરનું મંદિર કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની બાબરી ઉતરવાયેલી હોવાની માન્યતા છે. દર પોષી પૂનમે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત અમદાવાદના માધુપુરા વિસ્તારમાં અંબાજીનું મંદિર પ્રસિદ્ધ છે જેમાં આજના દિવસે અન્નકૂટ અને હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.