તંત્રએ પાછુવાળું પણ ના જોયું, આટલી કડકડતી ઠંડીમાં તોડી નાંખ્યા લોકોના ઝુંપડા, બાળકો થરથરતા રહી ગયા

તંત્રએ પાછુવાળું પણ ના જોયું, આટલી કડકડતી ઠંડીમાં તોડી નાંખ્યા લોકોના ઝુંપડા, બાળકો થરથરતા રહી ગયા

આવા આકરા શિયાળામાં તમે બધા રાત્રે પોતાના પરિવાર સાથે ચારે બાજુથી બંધ ઘરમાં ચાદરો ઓઢીને આરામથી સુઈ જાઓ છો પણ જરા વિચારો કોઈનું ચાર બાજુથી ઢકાયેલું ઘર જ અચાનક છીનવાઈ જાય અમે આવી કડકડતી થંડીમાં ખુલ્લામાં રાત વિતાવવી પડે તો ?


જી હા મિત્રો, અમદાવાદના રિવરફ્રન્ટ નાએ રાઇફલ ક્લબ પાસે ઝૂંપડામાં રહેતા લોકોના ઝુંપડા બુલડોઝર ફેરવીને તંત્રએ તોડી નાખ્યા હતા. અહીં લગભગ ૧૦૦ લોકો રહેતા હતા જેમાં ૪૦ જેટલા બાળકો પણ હતા. 


માતા પિતાએ બાળકોને ઠંડી થી બચવા ખાટલાનો ઉપયોગ કરીને ઘર જેવું બનાવી દીધું છે જેથી તેના બાળકો આરામથી સુઈ શકે. તેઓની પાસે ખાવાનું પણ નથી બાળકો પણ ભૂખ્યા છે કોઈપણ તેઓ પાસે જય એટલે બાળકો તેને વળગી જાય છે અને ખાવાની માંગણી કરે છે. ખુબજ મુશ્કેલથી તેઓ બપોરે એક ટાઈમ ખાઈ શકે છે.


આટલી ઠંડીમાં બાળકોના માતા પિતા પોતે સહન કરીને તેના બાળકોને ચાંદરોથી લપેટી દીધા છે. અમે તેઓ તંત્ર પાસે આશા રાખે છે કે તંત્ર દ્વારા તેમના બાળકોને ક્યાંક રહેવાની મદદ મળી જાય પરંતુ તંત્ર ઝુંપડા તોડીને ગયા પછી પાછુવાળું પણ જોયું નથી.