ગુજરાતના લોકો માટે ગુજરાત સરકાર દ્વારા ૩૦ જાન્યુઆરીના રોજ મોટી જાહેરાતો કરવામાં આવી છે જેવી કે,
૧) રાત્રિ કર્ફ્યુ ને લઈ નિર્ણય
ગુજરાત રાજ્યમાં 15 ફેબ્રુઆરી સુધી ચાર મહાનગરોમાં ( રાત્રી , વડોદરા, રાજકોટ અને સુરત) કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવ્યું છે. પરંતુ રાત્રી કર્ફ્યુ ના સમયગાળામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યુ નો સમયગાળો રાત્રીના અગિયાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
આપ સૌ જાણો છો કે ગુજરાતના ચાર મહાનગરોમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવ્યું હતું. જે કર્ફ્યુ ૩૧ જાન્યુઆરી ના રોજ પૂર્ણ થવાનું હતું પરંતુ ફરી ગુજરાત સરકાર દ્વારા ફરી નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત હવે કર્ફ્યુ 15 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
૨) લગ્ન વિધિમાં ૨૦૦ લોકોને છૂટ
આજે સરકારે લીધેલાં નવાંં નિર્ણય અંતર્ગત લગ્નની વિધિમાં ૨૦૦ લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અંતિમ વિધિમાં વધુમાં વધુ ૫૦ લોકો એકઠા થઈ શકે છે અને આ નિર્ણય ૨૮ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે લગ્નની વિધિમાં એકઠા થવા માટેની છૂટ ૧૦૦ લોકોને પહેલા આપી હતી જેને હવે વધારવામાં આવી છે અને લગ્ન વિધિ ના કાર્યક્રમમાં હવે ૨૦૦ લોકો એકઠા થઇ શકશે.
ગુજરાત સરકારે બહાર પાડેલી એસ. ઓ. પી (SOP) ૨૮ ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે.
૩) હવામાન વિભાગ દ્વારા આગાહી
ગુજરાતમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઠંડી ની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી હજી કોલ્ડવેવ ની આગાહી ગુજરાતમાં રહેલી છે જેમાં કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ઠંડી યથાવત રહી શકે છે અને કોલ્ડ વેવ પણ. જ્યારે ફેબ્રુઆરી નાં પ્રથમ અઠવાડીયામાં ઠંડી ઘટવાની શક્યતાઓ છે.
૪) અંબાલાલ પટેલ દ્વારા માવઠાં ની આગાહી
ગુજરાતના જુના અને જાણીતા એવાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ભારતનાં ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર - પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે. જેથી ૭ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્યનાં કેટલાંક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. માવઠાંં બાદમાં તા.૮ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલ્ટો આવશે અને વાદળો વિખરાંતાં ફેબ્રુઆરી માસમાં પણ કાતિલ ઠંડી પડી શકે છે. આવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિઓ જાણી શકે તે શેર કરો અને આવી વધારે માહિતી માટે Khissu Application ડાઉનલોડ કરી લો.