khissu

આજના 10 મોટા સમાચાર: pf ધારકો, BOB, ઈન્કમ ટેક્સ, રેડીમેડ કપડાં, GPSC, રાત્રિ કરફ્યૂ, કર્મચારી વગેરે

પેન્શન ધારકો છેલ્લી તારીખ: વર્ષમાં એકવાર પેન્શનધારકોએ 30 નવેમ્બર પહેલા તેમના અસ્તિત્વનો પુરાવો એટલે કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે, પરંતુ આ વખતે આ સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. પેન્શનરોએ 31 ડિસેમ્બર સુધીમાં પ્રમાણપત્ર સબમિટ કરવું જોઈએ, નહીં તો તેમને પેન્શન મળવાનું બંધ થઈ જશે.

PF ધારકો માટે: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સબસ્ક્રાઈબરોએ UAN નંબરને આધાર સાથે લિંક કરવું પડશે. UAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. EPFO રોકાણકારો માટે આધાર લિંક કરવું ફરજિયાત બની ગયું છે. જો તમે આમ નહીં કરો તો આવનારા દિવસોમાં મુશ્કેલી આવી શકે છે અને PF ખાતું બંધ થઈ શકે છે.

BOB હોમલોન સસ્તી: જો તમે બેંક ઓફ બરોડા (BoB)ના ગ્રાહક છો તો તમે 31 ડિસેમ્બર સુધી સસ્તી હોમ લોનનો લાભ લઈ શકો છો. તહેવારોની સિઝનમાં BoBએ હોમ લોનનો દર ઘટાડીને 6.50 ટકા કર્યો હતો જે 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ હતો.

Income tax return ફાઇલિંગ: નવા આવકવેરા પોર્ટલ અને કોરોના વાયરસને કારણે આવી રહેલી સમસ્યાઓને કારણે મોદી સરકારે સમયમર્યાદા લંબાવી છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન  ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે.

ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC: SEBI એ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટની KYC કરવા માટેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2021થી વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટમાં KYC હેઠળ વ્યક્તિએ નામ, સરનામું, PAN, માન્ય મોબાઈલ નંબર, ઉંમર, સાચો ઈમેલ આઈડી અપડેટ કરવાનો રહેશે.

રેડીમેડ કપડા મોંઘા થશે: નાનવા વર્ષમાં કપડાના ભાવ વધી જશે જેથી સામાન્ય માણસને ઝટકો લાગવાનો છે. 1 જાન્યુઆરીથી રેડીમેડ ગાર્મેન્ટ્સ પર કેન્દ્ર સરકાર GST  5% થી વધારીને 12% કરવા જઈ રહી છે, જેનાથી સામાન્ય માણસો માટે રેડીમેડ કપડા મોંઘા થઈ જશે.

ઓનલાઈન ભોજન મોંઘું થશે: zometo અને swiggy  જેવી ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઉપર પણ 1 જાન્યુઆરીથી કેન્દ્ર સરકાર 5% GST લગાવવા જઈ રહી છે. જેથી હવે ઓનલાઇન ભોજન મંગાવવું પણ મોંઘું થઈ જશે.

રાત્રિ કરફ્યૂ નિર્ણય: રાજ્યમાં સતત કોરોના કેસ વધતા સરકારે 4 દિવસની અંદર રાત્રિ કરફ્યૂને લઇ ફરીથી નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું છે. જેમાં રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય જે પહેલા રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હતો, તેને બદલીને હવે રાત્રે 11 થી સવારે 5 સુધી કરવામાં આવ્યો છે. આ નવું જાહેરનામું 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

GPSC નું પરિણામ: GPSC દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ I, ગુજરાત સિવિલ સેવા (વર્ગ I અને વર્ગ II) અને ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ચીફ ઓફિસર્સ સર્વિસ વર્ગ-2, સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

કર્મચારીઓ માટે: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી જે પણ કર્મચારી કોરોનાના કારણે શાળાઓ બંધ થતાં ચિલ્ડ્રન એજયુકેશન એલાઉન્સને ક્લેમ કરી શકતા નહોતા તે હવેથી ક્લેમ કરી શકશે અને આ માટે કોઇ સત્તાવાર પુરાવાની જરૂર પડશે નહીં.