1) હવે મામલતદાર કચેરી કે રેશનિંગ દુકાનના ધક્કા બંધ થશે: કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના નવા નિર્ણય મુજબ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર રેશનકાર્ડના દરેક કામો થઇ જશે. જેવા કે રેશનકાર્ડમા નામ ચડાવવું, રેશનકાર્ડ માંથી નામ કઢાવવું, રેશનકાર્ડ અલગ કરાવવું, રેશનકાર્ડ ડુપ્લીકેટ કઢાવવું, રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું વગેરે...
2) પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનાં લાભાર્થીઓને ગામના તલાટી કમ મંત્રી દ્વારા આવકનો દાખલો ત્રણ વર્ષ માટે માન્ય ગણવામાં આવે તે કાઢી આપવામાં આવશે. ગામમાંથી ફોટા વાળો આવકનો દાખલો પણ કાઢી શકશો. તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે આવકનો દાખલો આપવામાં આવે છે તેમને પણ 3 વર્ષ માટે માન્ય ગણવામાં આવશે.
3) જરૂરિયાત સિવાય હવે કોઈપણ સરકારી કામોમાં એફિડેવિટ કરાવવું જરૂરી નહીં, સેલ્ફ ડિક્લેરેશનને આપવામાં આવી છે મોટી માન્યતા.
4) કેન્દ્ર સરકારના નવા નિર્ણય મુજબ રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, જેમની છેલ્લી તારીખ 30 જૂન 2022 છે.
5) જો તમે જૂનું વાહન ખરીદો તો ૧૪ દિવસમાં તમારે RC ટ્રાન્સફર કરાવવી પડે છે. અને તે ટ્રાન્સફર કરાવવા RTO પર જવું પડતું હોય છે પરંતુ હવે નહીં જવું પડે. M પરિવહન વેબસાઇટ પરથી અરજી કરી મેળવી શકશો.