શિક્ષણ ન્યુઝ :- કોરોના મહામારી ની બીજી લહેર વચ્ચે આખરે CBSE દ્વારા ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગઈ કાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ ગઇકાલે 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું હતું. ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSE ની પરીક્ષા રદ કરી હતી.
આ પણ વાંચો: યોજના ૨૦૨૧ / મુખ્યમંત્રી બાળ સેવા યોજના: આ બાળકોને મળશે મફત શિક્ષણ, સ્વાસ્થ્ય વીમો, માસિક સહાય વગેરે...
નવી શોધ :- ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી કંપની ઇફકોની 50મી મહાસભાની બેઠકમાં વિશ્વનુ સૌપ્રથમ નેનો યુરીયા લિક્વિડ ખાતર બહાર પાડવામાં આવ્યું હતું. જે ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે. 50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં સમાયું છે. અશક્ય વાતને ઇફ્કો એ શક્ય કરી બતાવી છે. નેનો ખાતર ની વધારે માહિતી માટે અહી ક્લિક કરો: હવે 500ml નેનો યુરિયાની બોટલ 50kg યુરિયાની બેગ જેટલી: જાણો કીમત અને ફાયદા
રાજકારણ :- ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. તમિલનાડુ માં એરોવિલ ફાઉન્ડેશન સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. જયંતિ રવિની બદલી થતાં રાજકીય પક્ષોમાં તર્ક વિતર્કો સર્જાયા છે.
વેધર અપડેટ :- ચોમાસાના આગમનને લઈને ફરી એકવાર હવામાન વિભાગે અનુમાન કર્યું છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. જ્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત 3 જૂનથી થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે.
બજાર હલચલ :- વૈશ્વિક બુલિયનની તેજી અને ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાથી સોનાની કિંમત ચાર મહિનાની ટોચે અને ચાંદી લગભગ 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઇ છે. 1 જૂને અમદાવાદમાં સોનાની કિંમત 200 રૂપિયા વધીને 50,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે ચાંદીની કિંમતમાં 2000 રૂપિયાનો ઉછાળો આવતાં 1 કિલો ચાંદીની કિંમત 73, 500 રૂપિયાની ટોચે પહોંચી ગયું છે.
દુનિયા :- કોરોના સંકટ હજુ ટળ્યું નથી કે ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચાઇનાની રાષ્ટ્રીય આરોગ્ય સ્વાસ્થ્ય આયોગે મંગળવાર નાં રોજ માહિતી આપી હતી કે દેશના જીઆંગુસુ પ્રાંતમાં H10N3 બર્ડ ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો હતો. જીઆંગુસુ પ્રાંતમાં રહેતા 41 વર્ષીય પુરુષમાં બર્ડ ફ્લુનું સંક્રમણ જોવા મળ્યું છે.
કોરોનાનાં વળતા પાણી :- ગુજરાત કોરોના મહામારી થી મુક્ત થઈ રહ્યું છે અને કેસોની સંખ્યા ઘટી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 1561 નવા કેસો નોંધાયા છે અને 4,869 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 7,71,860 દર્દીઓને રજા આપવામાં આવી છે. સક્રિય કેસોની વાત કરીએ તો રાજ્યમાં હાલ 29,015 સક્રિય કેસ છે. જેમાંથી 472 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 28,543 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.
રાજ્ય સરકાર :- રાજ્યમાં કોરોના વાયરસ નાં કારણે ગાંધીનગરમાં સવારે કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યમાં હાલની પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં ગુજરાત બોર્ડની પરીક્ષા મુદ્દે પણ નિર્ણય લેવાય શકે છે, અથવા તો રાજ્યમાં રસીકરણ અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય શકે છે. બીજી તરફ ગુજરાતના 36 શહેરોમાં 4 તારીખના રોજ રાત્રિ કરફ્યુની મુદ્ત પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકારની આગળની રણનીતિ શું રહેશે તે મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી શકે છે.
કૃષિ સમાચાર :- રાજકોટ બેડી યાર્ડમાં કપાસની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. તો કપાસની આવક સાથે ભાવમાં પણ વધારો થયો હતો. કપાસનો ઉંચો ભાવ 1530 રૂપિયે વેચાયો હતો. ઉપરાંત ઘઉંની હરરાજી ના પ્રથમ દિવસે 1500 ક્વિન્ટલની આવક થઈ હતી.
દેશ :- દેશમાં કોરોના મહામારી બાદ બ્લેક ફંગસ 26 રાજ્યોમાં દસ્તક દઈ ચૂક્યો છે. દેશમાં હાલ 20,000 દર્દીઓ બ્લેક ફંગસ નો શિકાર થઈ ચૂક્યા છે. તેમના માટે દરરોજના 30 હજાર ઇન્જેક્શન ની જરૂર છે. બીજી તરફ દેશના મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બ્લેક ફંગસનાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.