khissu

આજની 10 મોટી લોક ઉપયોગી માહિતી

આજે 23 નવેમ્બર અને આજની 10 મોટી લોક ઉપયોગી માહિતી :

  1. મળતી વિગતો મુજબ ગુજરાત માં 15 December સુધી શાળા અને કોલેજ ખુલે તેવી શક્યતા નથી : સરકાર અને વાલી મંડળ તૈયાર નથી.
  2. ધોરણ 10 અને 12 નાં વિધાર્થીઓ ની બોર્ડની exam સમયસર લેવામાં આવશે અને જાન્યુઆરી મા ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે: શિક્ષણ વિભાગ ગુજરાત
  3. અમદાબાદ માં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે, સાંજે 9 થી સવાર નાં 6 વાગ્યા સુધી: અમદાબાદ નાં જીલ્લાનાં જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડયું છે.
  4. કર્ફ્યુ દરમિયાન ST બસ સુવિધા બંધ રહશે,સાથે AMTS અને BRTS બસ સુવિધા પણ.
  5. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1 ડિસેમ્બરથી ચાલુ થતી દરેક એક્ઝામઓ મોકૂફ રાખવામાં આવી છે. હવે ફરી તારીખ નક્કી કરવામાં આવશે.
  6. ગુજરાત નાં ઘણાં જીલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તે મુજબ લગ્ન માટે સ્થાનિક પોલીસ મજૂરી લેવી પડશે.
  7. નવાં જાહેરનામા મુજબ ટોળે વળતાં લોકો સામે કાર્યવાહી થશે અને 200 નાં બદલે 1000 નોં દંડ પણ લેવામાં આવશે.
  8. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે અને હજી રૂ. 90 સુધી પહોંચે એવી શક્યતાઓ છે.
  9. ભારતમાં 2021 નાં પહેલા 3 મહિનામાં કોરોના ની વેક્સિન આવી જશે: ડૉ. હર્ષવર્ધન.
  10. અમેરિકામાં સારું રિઝલ્ટ આપતી વેક્સિન નાં ડોઝ ચાલુ કરવામાં આવ્યા છે એવા ન્યુઝ પણ મળી રહ્યા છે
  11. આજે અરબ સાગર માં બનેલ વાવાઝોડું સોમાલીયા સાથે ટકરાઈ ચૂક્યું છે અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક નવુ વાવાઝોડું છે એ તૈયાર થઈ રહ્યું છે અને એ તમિલનાડુ અને પંડુચેરી સાથે ટકરાઈ શકે છે, બંને વાવાઝોડા માં 100 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અને વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
  12. આજથી કોરના મહામારી ને કારણે વિરપુર નું મંદિર બંધ, જ્યાં સુધી નવી જાહેરાત નાં થાય ત્યાં સુધી બંધ રહેશે.