આજે સરકારની 5 મોટી જાહેરાતો : ખાસ જાણી લો
07:34 PM, 05 August 2021 - Team Khissu
આજે સરકારની 5 મોટી જાહેરાતો : ખાસ જાણી લો
https://khissu.com/guj/post/todays-5-big-government-announcements-learn-more
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
આજે (12 નવેમ્બર 2020) નાં રોજ સરકારની મહત્વની જાહેરાતો:
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં લોકોને દિવાળી ( divali ) મહિનામાં ફાયદો આપે એવી ઘણી જાહેરાત કરી છે
1) ઘર ખરીદવામાં રાહત:
- નાણાં મંત્રી નિર્મલા સીતારામન આજે રાહત પેકેજ 3 જાહેર કર્યું છે જે અંતર્ગત ઘર ખરીદનાર અને બિલ્ડર ને મોટી રાહત આપી છે જેમાં આવક વેરામાં ૨૦% રાહત આપી છે. જેથી રેસિડેન્શિયલ યુનિટના ભાવમાં પણ ઘટાડો થશે. અને ઘરની ખરીદી પર ઈન્કમટેક્સ ઓછો થવાથી એવું બધું પણ થયું ખરીદી પણ સરળ બનશે.
2) સરકારી અધિકારીઓ માટે 10 હજાર રૂપિયા.
- આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે જે નિમિત્તે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે.
- જાહેરાત મુજબ ગુજરાત નાં 5 લાખ સરકારી અધિકારીઓ ને રૂ. 10000 એડવાન્સ માં આપવામાં આવશે
- આ સહાય દિવાળી ફેસ્ટિવલ નિમિત્તે એડવાન્સમાં વગર વ્યાજે આપવામાં આવશે.
- જે રકમ 10 સરખાં માસિક હપ્તાંમાં વગર વ્યાજે સરકાર પરત લેશે.
3) ICICI બેંક માં ઝીરો બેલેન્સ માં એકાઉન્ટ ખોલાવી શકો છો.
- ICICI બેંક માં ખાતું હોવું સારું માનવામાં આવે છે, હવે તમે પણ ઝીરો બેલેન્સ માં ખાતું ખોલાવી શકશો.
- ICICI ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને પણ ઓનલાઈન ખાતું ખોલાવી શકો છો.
4) 4 વ્હીલ છે તો રેશનકાર્ડ રદ :
- રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગુજરાતના જે પણ વ્યક્તિ પાસે ફોર વ્હીલ વાહન હશે એમના રેશનકાર્ડ રદ કરવામાં આવશે અને આગામી દિવસોમાં એમને અનાજ પણ આપવામાં નહીં આવે.
5) ખાતર ભાવમાં ઘટાડો :
- ઇફકો કંપની એ ખાતરના ભાવમાં ઘટાડો કર્યો છે.
- NPK ખાતરની બેગ પર 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે નવા ભાવ 925 રૂપિયા રહશે.