આજથી ત્રણ દિવસ સુધી તમામ બેંકો બંધ રહેશે : આજે નાણાકીય વર્ષ પૂરું થતાં, બેન્કોમાં દૈનિક કામગીરી નહીં થાય અને ૧ લી તારીખે વાર્ષિક એકાઉન્ટ બંધ કરવા માટે બેંકો બંધ રહેશે જ્યારે ૨ તારીખે ગુડ ફ્રાઇડે નિમિતે રજા રહેશે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ ઘટવાનું નામ જ લેતા નથી. આજે ૨૨૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૧૦ દર્દીઓના મોત થયાં છે. તો ૧૯૮૮ દર્દીઓ સાજા થયાં છે.
ગુજરાતમાં નાઈટ કરફ્યૂ લંબાવવામાં આવ્યું : કાલે નાઈટ કર્યું ની અવધિ પુરી થવા જઈ રહી છે ત્યારે સરકારે ફરીથી ૧૫ દિવસ સુધી કરફ્યૂ લંબાવ્યું તેથી હવે ૧૫ એપ્રિલ સુધી કરફ્યૂ યથાવત રહેશે.
મહારાષ્ટ્રમાં ૨ એપ્રિલથી લોકડાઉન : મહારાષ્ટ્રમાં વધતા કેસોને ધ્યાને લેતા મુખ્યમંત્રી ઉધધવ ઠાકરે એ ૨ એપ્રિલ સુધી રાહ જોવાનું કહ્યું હતું. જોકે હવે ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર ની બેઠક મળશે અને તેમાં આ અંગે નિર્ણય લેવાશે.
મિત્રો, આખી માહિતી જાણવા માટે ઉપરનો વીડિયો જોઈ શકો છો.