આજના મોટા સમાચાર : ગુજરાતમાં લાગશે ૧૦ થી ૧૫ દિવસનું લોકડાઉન

ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન : ગુજરાત સરકાર લોકડાઉન લગાવવા મનાઈ ફરમાવી રહ્યા છે ત્યારે કોરોનાનાં આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનાં વધુ ૧૦,૩૪૦ કેસ સામે આવી રહ્યા છે જેની સામે ૩૯૮૧ દર્દીઓ સાજા પણ થયાં છે જ્યારે ૧૧૦ લોકોના મોત થયા છે.

નીતિનભાઈ પટેલે સ્વીકાર્યું કે હવે બેડ ખાલી નથી : ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નિતિનપટેલે જણાવ્યું કે બધી હોસ્પિટલમાં બેડ ભરેલાં છે. ઓક્સિજન લેવલ ૯૫ થી ઘટે તો જ હોસ્પિટલમાં દાખલ થાય. એક સપ્તાહમાં GMDC ગ્રાઉન્ડમાં ૯૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરાશે. હાલ દર્દીઓની ૧૦૮માં ઓક્સિજન આપીને સારવાર થઈ રહી છે.

વધુમાં નિતિનભાઈએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોઈ પણ જીલ્લા કે રાજ્યને બાકી રાખ્યા નથી. નવી વ્યવસ્થા શરૂ કરીએ તો સામે તેના કરતાં જરૂરિયાત વધી જાય છે.

ગુજરાતમાં ૧૦ થી ૧૫ દિવસનું લોકડાઉન લગાવવાની જરૂર : ગુજરાતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે રાજ્યના ડોક્ટરો અને સંત કલાકારોએ ગુજરાતમાં ૧૦-૧૫ દિવસનું લોકડાઉન લાગુ કરવાની સરકારને અપીલ છે. રાજ્યમાં ICU ફૂલ છે, દવા ખૂટી પડી છે, ઓક્સિજનની ઉણપ છે, ડોક્ટરો પણ થાકી ગયાં છે જેથી સરકારે લોકડાઉન લગાવવું જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન બાબતે નિતીનભાઈ પટેલે આપી માહિતી / બીજી 3 મહત્ત્વની જાહેરાત

અમદાવાદમાં એક પછી એક લોકડાઉન લાગવાયું : ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્યની સ્થિતિ બગડી છે. આજે અમદાવાદમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે ત્યારે નરોડા વેપારી એસોસિએશન તથા નરોડા ગ્રામજનોએ કોરોના મહામારીને ધ્યાને રાખી ૨૦ એપ્રિલ સુધી ૩ દિવસ માટે ફરજિયાત બંધનું એલાન કર્યું છે.

વધુ માહિતી જોવા ઉપરનો વીડિયો જુઓ.