આજના મોટા સમાચાર : ગુજરાતમાં 5 મે પછી લાગી શકે છે લોકડાઉન

કોરોના મુદ્દે પીએમ મોદીએ કરી મોટી જાહેરાત : પીએમ મોદીએ ગઈ કાલે હાઈ લેવલ ની બેઠક બોલાવી હતી. જેમાં ૧૦૦ દિવસથી કોવિડ ડ્યુટી કરનાર મેડિકલ સ્ટાફને સરકારી નોકરીમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. જે આરોગ્ય કર્મીએ ૧૦૦ દિવસની કોવિડ ડ્યુટી કરી હશે તે કર્મચારીને સરકારી નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન પણ અપાશે.

ગુજરાતમાં ડોક્ટર હડતાલ ઉપર ઉતરશે : ગુજરાતમાં કોરોનાએ તબાહી મચાવી છે ત્યારે સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. રાજ્યની છ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ગુજરાત મેડિકલ રિસર્ચ એસોસિએશના ૧૭૦૦ તબીબોએ બેઠક યોજી હતી. ડોક્ટરોએ માંગ કરી છે કે વર્ષ ૨૦૦૮થી બાકી રહેલી ભરતી અંગે સરકાર નિર્ણય લે. સાતમા પગાર પંચનો લાભ પણ નથી મળ્યો. છેવટે અમે હડતાળનો નિર્ણય લઇશું.

ગુજરાતમાં લોકડાઉનને લઈને મોટા સમાચાર : ગુજરાતમાં કોરોનાએ તબાહી મચાવી છે ત્યારે હાઇકોર્ટથી લઈ વેપારીઓ, ડોક્ટરો અને સામાન્ય જનતાન લોકડાઉનની માંગ કરી રહી છે. જેથી હવે લોકડાઉન કરવા માટે ગુજરાત સરકાર ગંભીર વિચારણા કરી રહી છે. કહેવાય રહ્યું છે કે પાંચમી મે પછી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાગી શકે છે. સરકાર લોકડાઉન કરી શહેરોમાં કોરોનાની ચેન તોડશે અને ગામડાના સુપર સ્પ્રેડરને કાબુમાં કરશે.

ખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત વધારવા માગ : ગુજરાત રાજ્યમાં કોરોના કહેરના કારણે ભારે કફોડી હાલતમાં મુકાયેલા ખેડૂતોને કોઈ વ્યાજ કે રકમ માફી અથવા રાહત આપવાની નથી. ત્યારે પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદત ૩૦ જૂનના બદલે આગામી ૩૦ ડિસેમ્બર સુધી વધારી આપવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડો.હિમાંશુ પટેલ માત્ર કો-ઓપરેટિવ બેન્કો ના બદલે તમામ રાષ્ટ્રીય બેંકોમાં પણ ખેડૂતોને લાભ આપવા રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.