khissu

આજના સૌથી મોટા સમાચાર : શાળા, કોલેજો બંધ, સીટી બસો બંધ, અમદાવાદ બંધ, સુરત બંધ,પરીક્ષાઓ રદ

સુરતમાં કોરોનાનો મોટો ઝટકો : હાલ સુરત મ્યુન્સિપલ કોર્પોરેશન સતત એક્ટિવ છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં સુરત મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા સુરતમાં શાળા, કોલેજો અને ટ્યુશન કલાસીસ બંધ કરાયા. હવે ફરીથી ઓનલાઇન અભ્યાસ શરુ કરાશે. માત્ર પરીક્ષા માટે જ ઓફલાઈન શાળાઓ ચાલુ રહેશે. વધુ સંક્રમણવાળા વિસ્તારમાં સીટી બસ સેવા પણ બંધ કરાઈ. આ ઉપરાંત બાગ-બગીચાઓ પણ બંધ કરાયા.

અમદાવાદમાં પણ બંધ એલાન : અમદવાદમાં કોરોના સંક્રમણ સતત વધ્યું. અમદાવાદ તંત્રએ તમામ બાગ-બગીચાઓ અને પ્રાણી સંગ્રહલયો બંધ કરવાનો નિર્ણય લીધો. સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને કોઈપણ નિર્ણય લેવા છૂટછાટ આપી.

અમદાવાદમાં કોરોના કેસનો આંકડો ઊંચકાયો : અમદાવાદ શહેરમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૨૪૭ નવા કેસ અને ૨ દર્દીઓના મોત થયાં. જ્યારે સજા થયેલાં દર્દીઓની સંખ્યા ૧૪૬ થઈ.

સુરતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો : સુરતમાં કોરોના સંક્રમણ વધતાં તંત્ર ભયભીત થઈ ગયું છે. જેથી તંત્રએ એક અગત્યનો નિર્ણય પણ લોધો છે. જેમાં અન્ય રાજ્યમાંથી સુરતમાં આવતાં લોકોએ ફરજીયાત ૭ દિવસ હોમ કોરોન્ટાઇન રહેવું પડશે. જાહેરનામનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.

ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે મોટા સમાચાર : ધોરણ ૯ અને ૧૨ની પરીક્ષાઓ ૧૯ માર્ચથી ૨૭ માર્ચ દરમિયાન યોજાવા જઈ રહી છે ત્યારે કમટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત થયા બાદ જ પરીક્ષાઓ આપી શકશે જે માટે અલગથી પરીક્ષાનું આયોજન કરાશે.

સરકારના કરફ્યૂ લગાવવાના નિર્ણયથી વેપારીઓનો વિરોધ : સરકારે લગાવેલા રાત્રી કરફ્યૂના નિયમો પર વેપારીઓનો વિરોધ દર્શાવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ચૂંટણીઓ અને ક્રિકેટ મેચો યોજીને કરેલી સરકારની ભૂલોને નાના વેપારીઓએ ભોગવવી પડે છે.

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : આજે રાજકોટમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી હદે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાડયા.