ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસની દસ્તક : ગુજરાતમાં ત્રણ જ દિવસમાં મ્યુકરમાઇકોસિસના ૭૯૮ નવા કેસ જોવા મળ્યા છે અને આ રોગચાળામાં વધુ ૫૧ દર્દીઓને જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં જેઓ કોરોના સામેની લડાઇ જીતી ચૂક્યા હતા તેવા ૪૨૦૨ દર્દીઓને મ્યુકરનો રોગ થયો છે અને તેમાંથી અત્યાર સુધીમાં કુલ ૬૩૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ આંકડા ગુજરાત સરકારે દિલ્હી આરોગ્ય મંત્રાલય મોકલ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં રાજકોટ શહેરની અંદર સૌથી વધુ મ્યુકરના કેસ છે.
વિજયભાઈ રૂપાણીની જાહેરાત : કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે જેમાં રાજ્ય સરકાર કોરોનાથી માતા-પિતાનું નિધન થયું હશે તેવા બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી દર મહિને ૪ હજાર રૂપિયા આપશે. જ્યારે આફટર કેર યોજના હેઠળ ૧૯ થી ૨૪ વર્ષના જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેમને ૬ હજાર રૂપિયાની સહાયની ઘોષણા કરી છે.
કેન્દ્ર સરકારની જાહેરાત : કેન્દ્ર સરકારે આ બાળકો ૧૮ વર્ષના થાય પછી 'પીએમ કેર ફોર ચિલ્ડ્રન ફંડ' અંતર્ગત માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત આ બાળકો ૨૩ વર્ષના થઈ ગયા બાદ ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. જોકે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે આ ખૂબ જ રાહતભર્યા સમાચાર કહી શકાય.
સ્મારકો અને સંગ્રહલાયો બંધ : ભારતના પુરાતત્વીય સર્વેએ ગુજરાત સહિત દેશના તમામ સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને સંગ્રહાલયો ને ૧૫ જૂન સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. દેશભરમાં ચાલી રહેલા કોરોના સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે આ વિશે માહિતી આપી હતી. દેશના તમામ સ્મારકો અને ઐતિહાસિક સ્થળો ૩૧ મે સુધી પહેલાથી જ બંધ હતા પરંતુ હવે આ સમયગાળો વધારીને ૧૫ જૂન સુધી કરવામાં આવ્યો છે.
ખેડૂતો માટે મહત્વના સમાચાર : ઘઉં બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યા છે. વૈશ્વિક ઘઉંના ભાવ છેલ્લા એક મહિનામાં દશેક ટકા ઘટી ગયા હોવાથી ભારતીય ઘઉંના ભાવમાં પણ સુધારો થાય તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. ઘઉંની બજારમાં આગળ ઉપર વેચવાલી વધે તેવા સંજોગો નથી પરંતુ સરકારી ઘઉંની વેચવાલી વધી શકે છે. પરિણામે ખેડૂતોએ આગામી દિવસોમાં ઘઉંના ભાવમાં સાવચેત રહેવાની સલાહ છે. સારી ક્વોલિટીના ઘઉંના ભાવ ઘટશે નહીં અને માંગ નીકળશે તો સુધરી પણ શકે છે. નબળાં ક્વોલિટીનાં ઘઉં ના ભાવ નીચા જ રહે તેવી ધારણા છે.
આખી માહિતી જાણવા ઉપરનો વિડીયો જોવો.
દોસ્તો આવા જ વાયરલ વિડિયો જોવા અમારી khissu યુટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો.
આવી જ વધુ માહિતી જાણવા khissu ની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો.