આજના અગત્યના સમાચાર ફટાફટ : સૌરાષ્ટ્રમાં વધ્યો કોરોના કહેર, તહેવારો ઉજવવા બાબત, પેટ્રોલ-ડિઝલ, ખાદ્યતેલ બાબત

આજના અગત્યના સમાચાર ફટાફટ : સૌરાષ્ટ્રમાં વધ્યો કોરોના કહેર, તહેવારો ઉજવવા બાબત, પેટ્રોલ-ડિઝલ, ખાદ્યતેલ બાબત

કોરોના મહામારી વચ્ચે ૨૭ મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી મોંઘવારી : ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૪.૧૭% પહોંચ્યો. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ફુગાવો વધ્યો. જાન્યુઆરી મહિનામાં ફુગાવાનો દર ૨.૦૩% હતો જે વધીને ફેબ્રુઆરી મહિનામાં ૪.૧૭% થયો.

સૌરાષ્ટ્રમાં પણ વધ્યો કોરોના કહેર : છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં કુલ ૧૪૮ કેસ નોંધાયા. જેમાં રાજકોટમાં ૯૫ કેસ, જામનગરમાં ૧૪ કેસ અને ભાવનગરમાં ૧૪ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢમાં ૯ કેસ અને અમરેલીમાં ૬ કેસ નોંધાયા છે.

રાજ્યમાં હવામાન વિભાગે કરી આગાહી : હવામાન વિભાગે કરેલી અગાહી મુજબ ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ થવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી ૪૮ કલાકમાં પોરબંદર, દીવ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરાઈ છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય : પૈસાની લયમાં દર્શકોની ભીડ ભેગી કરનારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનને રહી રહીને ભાન થયું. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભારત-ઇંગ્લેન્ડની ટી-૨૦ મેચ દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય કરાયો. જોકે અગાઉથી ટિકિટનું બુકીંગ કરાવનાર દર્શકોને રિફંડ આપવાની જાહેરાત પણ કરાઈ.

તહેવારો ઉજવવા અંગે અગત્યના સમાચાર : કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી વિજયરૂપાણીને પત્ર લખ્યો. જેમાં લખ્યું કે સરકાર કોરોનાના નિયમો સાથે તહેવારો ઉજવવાની પરવાનગી આપે. આ ઉપરાંત તેમણે કહયું કે નેતાઓને જમાડવા કે મેળાવડા સમયે કોઈ નિયમ લાગુ પડતા નથી અને તહેવારોનો સમય આવે ત્યારે લોકોને નિયમો બતાવી પ્રતિબંધ મૂકી દેવાય છે.

ખાદ્યતેલના ભાવમાં ફરી કડાકો બોલાયો : સિંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલ સિંગતેલ અને કપાસિયા તેલમાં ૬૦ રૂપિયાનો વધારો થયો. જ્યારે સનફ્લાવર તેલમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૮૦ રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ ૨૧૫૦રૂપિયાની આસપાસ પહોંચી ગયા.

પેટ્રોલ-ડિઝલ પર સરકાર કમાય છે ૩૩ રૂપિયા : લોકસભામાં પેટ્રોલ-ડિઝલ અંગે પૂછેલા સવાલ પર રાજ્ય નાણાંમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે સ્વીકાર્યું કે ૬ મેં  ૨૦૨૦ પછી પેટ્રોલ-ડિઝલ પર લગાવેલા ટેક્સ પરથી કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર ૩૩ રૂપિયા અને એક લિટર ડિઝલ પર ૩૨ રૂપિયા કમાય છે.